________________
૨૧૮
હે મહારાજ !મને તમારો પોતાનો ગણીને જાણો. મારી ઉપેક્ષા ન કરશો મારી સાથે સેવકોને મોકલો જેથી (વૈભારગિરિ પર્વતની ગુફામાં છુપાવેલ ચોરીનો સઘળો માલ) ધન પાછું સોપું .૨૬૬
હે મહારાજ ! હું સંયમ અંગીકાર કરવા ઈચ્છું છું. હવે તમે મારી સાર સંભાળ કરો. (દીક્ષાની તૈયારી કરો) મહારાજા શ્રેણિકે વિસ્મિત થતાં મહામંત્રી અભયકુમારને તેડાવ્યા. તેમણે અભયકુમારને રોહિણેયકુમાર સાથે મોકલ્યા.
. ...૨ - રોહિણેયકુમારે નદી, તીર, પર્વત, નદી કુંજ, ચર્ચર, ચહુટા બીજી પણ વાટિકા (નિકુંજ), વૃક્ષના મૂળ (વિરખ), સ્મશાનમાં જ્યાં જ્યાં નિધાન દાટયું હતું તે કાઢી આપ્યું.
ગુફા, ભોયરામાં જે સુવર્ણ હતું, સરોવરમાં જે ધન દાટ્યું હતું તે બધું કાઢીને મહારાજા શ્રેણિક સમક્ષ ઢગલો કરવામાં આવ્યો. મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર આ અપાર ધનરાશિ જોઈ અચંબો પામ્યા.
૨૬૯ વિવેચન પ્રસ્તુત ચોપાઈમાં કવિએ જિનવાણીનું માહાભ્ય, અને જિનવાણીથી પ્રબુદ્ધ બનેલા રોહિણેયકુમારનું હદયપરિવર્તન સરળ શૈલીમાં રોચક રીતે પ્રસ્તુત કર્યું છે.
તત્ત્વ જિજ્ઞાસાથી તત્ત્વને સાંભળવાની ગરજ જાગે છે. તત્ત્વ શ્રવણથી જ આંતરિક વિશુદ્ધિ પ્રગટે છે. આંતરિક વિશુદ્ધિ વધતાં મોક્ષપ્રાપ્તિનો આશય બળવત્તર બને છે. ત્યારે ધર્મ ખાતર પ્રાણ કુરબાન કરવાની ઉત્કંઠા જાગે છે. આત્મવૈભવ પ્રાપ્ત કરવાનો આ ક્રમિક સોપાન છે.
ખેડૂત પ્રથમ જમીન ખેડે, ત્યારપછી બીજનું વાવેતર કરે છે. પાણી, પવન ખાતર વગેરે અનુકૂળ સંજોગોથી અંકુર, થડ, શાખા, પ્રશાખા, ફૂલ, ફળ વગેરે પ્રાપ્ત થાય છે, તેમ જીવનમાં પ્રથમ દુઃખી જીવો પ્રત્યે દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ, ઔચિત્યનું પાલન, તીવ્રભાવે પાપ અકરણ, વગેરે બીજ વિકસિત થાય છે. તેમાંથી તત્ત્વજિજ્ઞાસા જાગે છે. તત્ત્વશ્રવણ મળતાં પ્રશાંતવાહિતા, હેયોપાદેયનો વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તત્ત્વશ્રવણપરમસુખની પ્રાપ્તિનો પરમહેતુ છે.
તત્ત્વશ્રવણ એ નિર્મળ ગંગાજળ છે. ગંગાજળ જેમ તન-મનને પાવન કરે છે, તેમ તત્ત્વજ્ઞાન રૂપી ગંગાજળ વિયોગનું શુભમાં આરોપણ કરી પવિત્રતા આપે છે. વજસ્વામીનું દષ્ટાંત તેની પૂર્તિ છે.
વજસ્વામી પૂર્વભવમાં તિર્યંચ જંભક દેવ હતા. એકવાર તે મિત્રદેવ સાથે અષ્ટાપદ પર્વત પર દર્શન કરવા ગયા. ત્યાંથી પાછા ફરતાં તેમને ગૌતમસ્વામીજીના દર્શન થયા. ગૌતમસ્વામીની સ્કૂલ કાયા જોઇ દેવે વિચાર્યું, “અરે! ચારિત્ર લીધા પછી પણ આવી કાયા. તે જ સમયે ગૌતમસ્વામીની દે પર દષ્ટિ પડી. તેમણે મન:પર્યવજ્ઞાન દ્વારા દેવના મનોગત ભાવો જાણ્યા. ગૌતમસ્વામીએ દેવને કહ્યું “ચાલો! હું તમને એક સુંદર કથાનક કહું.” તેમણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અંતર્ગત પુંડરિક-કુંડરિક અધ્યયન દ્વારા સુંદર હિતોપદેશ આપ્યો. પુંડરિક મુનિ ફકત એક જ દિવસના શુદ્ધ ચારિત્ર પાલનથી અનુત્તર વિમાનમાં ગયા અને કંડરિક ફક્ત એક જ દિવસના રાજપાટના સુખના ભોગવટાથી સાતમી નરકે ગયા. દેવને તત્ત્વશ્રવણથી સંસારની અસારતા ભયાનકતા અને ચારિત્રની મહત્તા સમજાણી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org