________________
૨૧૯
પોતાના બાકીના આયુષ્યમાં દેવે ચારિત્રની ભાવના અસ્થિમજજા સમાન બળવત્તર બનાવી તેથી જન્મતાની સાથે જ વજસ્વામીના ભાવમાં “દીક્ષા' શબ્દ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. વજસ્વામી. દીક્ષા લઇને જૈનધર્મના પ્રખર પ્રભાવક બન્યા.
ગગનવિહારી સૂર્યથી વિશ્વના પ્રાણીઓ જાગે છે, તેમ પયગંબરો યુગની સૂતેલી માનવતાને જગાડે છે. શ્રી કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં જિનવાણીનો પ્રભાવ દર્શાવતાં “ગણધરવાદ'માં અગિયાર ગણધરોની કથા છે.
જિનેશ્વર ભગવંતની દેશના સાંભળી ઇન્દ્રભૂતિ આદિ ૧૧ ગણધરો પોતાના સમસ્ત પરિવાર સાથે પ્રભુ મહાવીરના ચરણોમાં સમર્પિત થયાં. પ્રભુ મહાવીરે કોઇને બળજબરીથી હાથ પકડી જૈન ધર્મના અનુયાયી બનાવ્યા નથી પરંતુ તેમનાં હદયમાં પડેલું કદાગ્રહનું વિષ હરી લીધું. મિથ્યાત્વના થંભો તૂટતાં કુતર્કની ઇમારત ભાંગી પડી. આગ્રહનો ત્યાગ થયો અને અનેકાન્તનો સ્વીકાર થયો. તે પ્રસંગને આપણે જોઇએ.
ભગવાન મહાવીર સ્વામીએ પ્રકાંડ વેદના જ્ઞાતા ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ બ્રાહ્મણોની શંકાઓ દૂર કરી તેમને સત્યદર્શન કરાવ્યું. ભગવાનની હિતકારી વાણી સાંભળી ગૌતમ આદિ ગણધરોને ગ્રંથિભેદ થયો. પોતાના અસ્તિત્વને સાક્ષાત કરવાની તીવ્ર તલપ જાગી અને તે સ્વરરૂપે પ્રભાવિત થઇ“ભંતે! અમને આપના શરણમાં લઈ લો.”
પ્રભુ મહાવીર તથા ઇન્દ્રભૂતિ આદિ ૧૧ બ્રાહ્મણોના સંવાદને “ગણધરવાદ' કહેવાય છે. ભગવાન મહાવીરના ધર્મશાસન સામે મહાપંડિત ઇન્દ્રભૂતિ તથા તેમના દશ ભાઇઓએ વિરોધનો વંટોળ જંગાવી વાદ કરવાનો નિર્ણય કર્યો.
' અપાપાપુરીમાં ગૌતમ, સર્વજ્ઞ પ્રભુ મહાવીરના સમવસરણ તરફ જઇ રહ્યા હતા. સાથે તેમનો વિશાળ પરિવાર હતો. ગૌતમ પંડિતે વિચાર્યું, “જો મહાવીર સર્વજ્ઞ હોય તો મારી શંકાઓ દૂર કરે, મારી સાથે વાદકરે તો જ સાચા સર્વજ્ઞા”
ગૌતમના માનસમાં સંકલ્પ-વિકલ્પની હારમાળા ચાલી રહી હતી. ત્યાં તો પ્રભુ મહાવીરે કહ્યું, “ગૌતમ! ચિરકાળથી તને આત્માના અસ્તિત્વ સંબંધી શંકા છે ખરું? હું તને તેનો ઉત્તર કહું છું તે સાંભળ. જીવ છે અને તે ચેતના, વિજ્ઞાન અને સંજ્ઞા જેવા લક્ષણોથી જાણી શકાય છે.” ગૌતમ નમ્રા બની, શાંત ચિત્તે જિનવાણી શ્રવણ કરવા લાગ્યા. જિનવાણીરૂપી સુધારસનો પાન કરતાં મિથ્યાત્વરૂપી વિષ દૂર થયું. મનનો અહંકાર બરફની જેમ ઓગળવા માંડયો. - ત્યાં તો આગ નિખારતા જ્ઞાની લઘુ બાંધવ અગ્નિભૂતિ પ્રવેશ્યા. પ્રભુના મુખમાંથી અમૃતધારા વહીં, “હે અગ્નિભૂતિઃ એક પણ સંશય પૂર્ણ જ્ઞાનમાં ઉણપ લાવે છે. આત્મા અરૂપી છે તો કર્મ સાથે સંબંધ શી રીતે થાય તેવી શંકા છે ખરું? અગ્નિભૂતિ આત્મા પર નશીલી ચીજો વિકૃત અસર કરી શકે છે, તો કર્મની અસર કેમ ન થાય?”
' અગ્નિભૂતિ સંશયરહિત થયાં. ત્યાં જ્ઞાની વાયુભૂતિ પ્રવેશ્યા. પ્રભુ મહાવીરે તેમના મનનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org