________________
૧૯o
तुह सम्मते लद्धे, चिंतामणिकप्पपायवमहिए।
पावंति अविग्घेणं,जीवा अयरामरं ठाणं ।।४।। અર્થ: હે ભગવન્! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી અધિક એવું તમારું સમ્યકત્વ પામ્ય છતે જીવો કોઈ પણ વિઘ્ન વિના મોક્ષને પામે છે.
તાત્પર્ય એ છે કે સમકિતી જીવ સરળતાથી થોડા જ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યકત્વનો મહિમા
સમ્યગદર્શન એ ધર્મનું મૂળ છે. બોધિ (આત્માનુભૂતિ-શ્રદ્ધા)એ અધ્યાત્મનો એકડો છે. બોધિપ્રાપ્તિ એ જ મનુષ્યભવનું કર્તવ્ય છે. બોધિ વિના ચારિત્ર અસંભવ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૮મા અધ્યયનમાં બોધિની મહત્તા દર્શાવતાં કહ્યું છે: ___ "णादंसणिस्सणाणं, णाणेण विणा ण हंति चरणगुणा।
अगुणिस्स णत्थि मोक्रवो, णत्थि अमोक्खस्स णिव्वाणं ।।३०।। અર્થ: સમ્યગદર્શન(બોધિ) વિના સમ્યગજ્ઞાન નથી. સમ્યગજ્ઞાન વિના ચારિત્ર ગુણ ન પ્રગટે, ચારિત્ર વિના કર્મોથી મુક્તિ ન હોય. કર્મથી મુક્તિ વિના નિર્વાણ (સિદ્ધાવસ્થા)ની પ્રાપ્તિ થતી નથી.
ધર્મમાં બોધિ(સમ્યગદર્શન)નું સ્થાન પ્રથમ છે. તેથી જ “રત્નકરંડક શ્રાવકાચાર'માં આચાર્યસમંતભદ્રજી કહે છે:
"दर्शनं ज्ञानं चारित्रा साधिमानमुपाश्न्दुते।
दर्शनं कर्णधारं तन्मोक्षमार्गे प्रचक्षते।।। અર્થ: સંસાર સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપી નાવની પ્રવૃત્તિ સમ્યગદર્શન(બોધિ) રૂપી ખલાસી (ખેવટિયા)ના હાથમાં છે.
- વિવેક અને વૈરાગ્યરૂપી હલેસાં વડે સમ્યગદર્શન રૂપી નાવિક યાત્રી(જીવ)ને ભવસાગર પાર કરાવી શિવપુરીમાં પહોંચાડે છે. સમ્યગદર્શન એ ચારિત્રરૂપી ભવ્ય પ્રાસાદની આધારરૂપભૂમિકા છે. વળી, સમ્યગદર્શનારૂપ રત્નની જાળવણી માટે ચારિત્રરૂપ તિજોરીની જરૂર છે. ના આચાર્ય શુભચંદ્રજી જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહે છે? - “चरण ज्ञान योर्बीजं यम-प्रशमजीवितम्।।
तपःश्रुताद्यधिष्ठानं सदभिः सदर्शनं मतम् ।। અર્થ: જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગદર્શન છે. યમ (મહાવ્રતાદિ) અને પ્રશમ (વિશુદ્ધ ભાવ) માટે જીવન સ્વરૂપ છે. તપ અને સ્વાધ્યાયનો આશ્રયદાતા સમ્યગદર્શન છે.
ન્યાય વિશારદપૂ. યશોવિજયજી મ. અધ્યાત્મસાર' ગ્રંથમાં સમ્યકત્વ અધિકારમાં કહે છેઃ
सम्यक्त्व सहिता एवशुद्धादानादिकाः क्रियाः। .
તાસાં મોક્ષને પ્રોવત્તાયદ્રસ્યસરિતા નારા અર્થ: દાનાદિક ક્રિયાઓ સખ્યત્વ (શુદ્ધ શ્રદ્ધા) સહિત હોય તો જ શુદ્ધ છે. મોક્ષના ફળમાં તે ક્રિયાઓને સહકાર આપનાર સમ્યકત્વ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org