________________
૧૧૧
ભક્તિ કરવા લાગ્યો ત્યારે મહામંત્રી અભયકુમાર તેને સામે જઈને નમસ્કાર કર્યા. હવે મંત્રીશ્વરને પાકી ખાતરી થઈ ગઈ કે આ રોહિણેય ચોરજ છે.
...૧૨૧ અભયકુમારે ખોટો પ્રેમ દર્શાવતાં તેનો હાથ પકડી કહ્યું, “હે શ્રેષ્ઠીવર્ય! તમે ઉઠો તમારી સાધર્મિક ભક્તિ દ્વારા તમે મને સનાથ બનાવો. તમે મારા ઘરે ભોજન-પાણી કરો. મારા સ્વામીને પણ તમારી ભક્તિ દ્વારા તારો.”
...૧૨૨ રોહિણેયકુમાર (ઠાવકાઈથી) કહ્યું, “હું તો નિયમ બદ્ધ છું. હું બીજાના ઘરનું પાણી પણ પીતો નથી.” મહામંત્રી અભયકુમાર શેઠને ખૂબ આગ્રહ કરી, દબાણપૂર્વક જબરદસ્તીથી પોતાની હવેલીમાં લાવ્યા.
...૧૨૩ રોહિણેયકુમારે તે વેળાએ પોતાનું રૂપપરિવર્તન કર્યું. તે રોહણશેઠ બળ્યો. અભયકુમારે મહારાજા શ્રેણિકને વિનંતી કરતાં કહ્યું, “હે રાજન!મેં ચોરને રંગે હાથ પકડ્યો છે.” ...૧૨૪
મહારાજા શ્રેણિકે જ્યારે આવીને જોયું ત્યારે તેમણે ત્યાં રોહણ શેઠને જોયા. રાજાએ પુત્રને કહ્યું, “વત્સ! તું ભૂલથી કોને પકડી લાવ્યો છે? આ તો આપણા નગરના રોહણશેઠ છે.” ...૧૨૫
મહામંત્રી અભયકુમારે (દઢતાથી) કહ્યું, “રાજન !ખરેખર આ જ રોહિણેય ચોર છે. તેને હમણાં જ દોરડાથી બાંધી સાબિત કરીશ (કે આ જ રોહિણેય ચોર છે.) અભયકુમારે હવેલીના સાતમા માળે એક ઓરડામાં તેને રહેવાની અલાયદી (ખાસ) વ્યવસ્થા કરી.
..૧૨૬ તે મહેલને મહામૂલ્યવાન રત્નો લાવી સાક્ષાત્ અમરાપુરી જેવી નિરમી દીધી. તે મહેલ ગાંધર્વનગરની શોભા સૂચવતો હતો. સુંદરીઓ શૃંગાર સજી ચામર ઢાળી રહી હતી. ૧૨૦ : : મહેલમાં સંગીતની રમઝટ બોલાતી હતી તેમજ નાટક ભજવતાં હતાં. ત્યાં અપ્સરા જેવી સ્ત્રીઓ વીણાવાદન કરી ગીતો ગાઈ રહી હતી. મહામંત્રી અભયકુમારે આગ્રહ કરીને શેઠને જમવા બેસાડ્યા. તેની ખૂબ ભક્તિ કરી તેને પેટ ભરીને જમાડ્યા.
...૧૨૮ • (સંસ્કૃત નાટિકા અનુસાર - અભયકુમારે વારંગનાઓને કહ્યું. “ચંદ્રલેખા અને પત્રલેખા ઢોલિયાની જમણી બાજુએ ગોઠવાય. જ્યોતિપ્રભા અને વિદ્યુતપ્રભા ડાબી બાજુએ ઉભી રહે. શૃંગારવતી અને તેનું વૃંદ તેની સન્મુખ રહી નૃત્ય કરે. ગાંધર્વો ! કોઈપણ ક્ષણે સંગીત માટે સજ્જ રહેજો. આ તસ્કર ભાનમાં આવે ત્યારે તમને સોંપેલા કાર્યમાં મચી પડવાનું છે)
*રોહિણેયકુમારને જમતી વખતે ઉગ્ર પ્રકારનું ચંદ્રહાસ નામનું નશીલું પીણું (મદિરા) પીવડાવ્યું. મદિરાપાનના સેવનથી તસ્કર પ્રમત્ત અને સુષુપ્ત દશામાં પડ્યો. તેણે કહ્યું, “મને ભારે નિદ્રા આવે છે. મંત્રીશ્વરે તેને સૂવા માટે દિવ્ય ઢોલિયો ઢળાવ્યો. (તેને ઉત્તમ દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા. દેવી *અભયકુમારે ચોરસિદ્ધ કરવા એકયૂહરચના ગોઠવી. લગ્ન પ્રસંગે જે ખડગધારી કટપૂતળી લાવેલાતે ત્યાં મૂકાવીને કહ્યું, “આ દેવીને તું નમસ્કાર કર. રોહિણેયકુમારે પોતાને શુદ્ધ સમ્યક્ત્વધારી ઓળખાવવા નમસ્કાર ન કર્યા. તેણે કહ્યું, “તમારા કહેવાથી નમસ્કાર કરતાં મારે આલોચના લેવી પડે.” અભયકુમારે વધુ ખાત્રી કરવા પૂતળીનો રમ્યા મદિરાથી અભિષેક કર્યો અને રોહિણેયને તે પીવા આપ્યું. તે પીતાં રોહિણેયકુમાર નિદ્રાધીન બન્યો. જાગૃત થતાં તેને સ્વર્ગલોકનો આભાસ થયો. (ત્યારપછી દેવલોકનો દેખાવ વગેરે કથાનક જાણીતું છે.)(સં. હ. કડી - ૨૩૬ થી ૪૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org