________________
૧૩૯
સભામાં જાય છે. ત્યાં પુસ્તક રત્નનું અધ્યયન કરી પોતાના વ્યવહારને જાણે છે. અને તે પ્રમાણે કાર્ય કરે છે. ત્યાર પછી તે સુધર્મા સભામાં જાય છે. અવગાહના:
જીવ જે શરીરમાં સ્થિત થાય તે શરીરની ઊંચાઈને તથા ઊંચાઈ કરતાં અવગાહિત ક્ષેત્ર પરિમાણને અવગાહના કહે છે. તેના બે પ્રકાર છે. ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. (૧) ભવધારણીય જીવને જન્મથી જે શરીર મળે તે ઊંચાઈને ભવધારણીય અવગાહના કહે છે. દેવની ભવધારણીય અવગાહના જ. અંગુલનો અસંખ્યાતો ભાગ તથા ઉ.૦ હાથ છે. (૨) ઉત્તરવૈક્રિય વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરી જે શરીરની વિતુર્વણા કરે તે શરીરની અવગાહનાને ઊત્તરવૈક્રિય અવગાહના કહે છે. દેવોની જ. અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ઉ.એક લાખયોજન છે.
ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, સુધર્મા અને ઈશાન (પ્રથમ બે દેવલોક) સુધીના દેવોની ઊંચાઈ સાત હાથની છે. સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવોની ઊંચાઈ છ હાથની છે. બ્રહ્મા અને લાંતક દેવલોકના દેવની ઊંચાઈ પાંચ હાથ છે. શુક્ર અને સહસાર દેવલોકના દેવની ઊંચાઈ ચાર હાથ છે. આનત અને પ્રાણત, આરણ અને અય્યત એ ચારે દેવલોકના દેવોની ઊંચાઈ ત્રણ હાથ, નવા વિચકના દેવોની ઊંચાઈ બે હાથ અને પાંચ અનુત્તરદેવલોકના દેવોની ઊંચાઈએક હાથ છે.”
દેવોને આ લોકમાં અન્યત્ર ક્યાંય જવું હોય ત્યારે વૈકિય શરીર બનાવી ગંતવ્ય સ્થાને હોંચી જાય છે. દેવની દિવ્યગતિ પ્રારંભથી અંત સુધી શીધ્ર જ રહે છે. વોની સ્થિતિ :
ભુવનપતિ અને વાણવ્યંતર દેવોનું જઘન્ય અયુષ્ય દશહજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય મેકપલ્યોપમથી એકસાગરોપમથી કંઈક અધિક(જુદા જુદા વર્ગપ્રમાણે) છે.
- જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય ઈન્દ્રને જઘન્ય આયુષ્ય ન હોય. ચંદ્રના દેવનું આયુષ્ય ૧ લ્યોપમ અને એક લાખ વર્ષ છે. સૂર્યના ઈન્દ્રનું આયુષ્ય એકપલ્યોપમ અને એક હજાર વર્ષનું છે. ચંદ્ર, Bહ અને નક્ષત્ર દેવોનું આયુષ્ય ૧/૪ પલ્યોપમ છે. તારાના દેવોનું જઘન્ય આયુષ્ય ૧/૮ પલ્યોપમ છે. ત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના આઠમા ભાગથી કંઈક અધિકથી માંડીને એક પલ્યોપમ અને એક લાખ ર્ષનું છે. માનિકદેવોની સ્થિતિઃ કાયસ્થિતિઃ
- સ્વ = પોતાની, કાય = કાયામાં, પુનઃ પુનઃ જન્મ - મરણ પામવા વડે પસાર થતો કાળ તે વાય સ્થિતિ છે. દેવોને સ્વકાય સ્થિતિ હોતી નથી એટલે કે કોઈ દેવ મરીને પુનઃ દેવ થતો નથી તેથી વિોની ભવસ્થિતિ અને કાય સ્થિતિ સમાન છે. સમુચ્ચય દેવોની અપેક્ષાએ દેવોની સ્થિતિ જ. ૧૦,૦૦૦ ર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે."
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org