________________
૧૮૯
મનુષ્યભવની દુર્લભતાઃ
“શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં અન્યત્ર પણ કહ્યું છે: માધુસંઘનુદુcredદં મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો ખરેખર દુર્લભ છે. શ્રી હેમચંદ્રચાર્યે ‘યોગશાસ્ત્ર'માં એકેન્દ્રિયપણાથી બોધિ પ્રાપ્તિની દુર્લભતા સમજાવી છે. “શ્રીમદ્ભાગવત'માં પણ તે જ પ્રમાણે કહ્યું છે:
दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः।
तत्रापिदुर्लभं मन्ये वैकुठ प्रियदर्शनम्।। અર્થ મનુષ્ય જન્મ મેળવવો દુર્લભ છે. વળી મનુષ્યનું શરીર ક્ષણભંગુર છે એટલે મનુષ્ય જન્મ મેળવીને dદરમ્યાન વૈકુંઠમાં પ્રિયજનોનું ભગવાન પ્રિય ભક્તોનું) દર્શન કરવુંએથી પણ વધુદુર્લભ છે.
મનુષ્યજન્મની દુર્લભતા સમજાવવા માટે દશ દષ્ટાંતો શાસ્ત્રકારો પ્રસ્તુત કરે છે. તેઓ કહેવા માંગે છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને છે પણ મનુષ્ય ગતિમાં જન્મ મેળવવો એટલો સુલભ નથી.
મનુષ્યભવની દુર્લભતાને દસદષ્ટાંતો દ્વારા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ નિર્યુક્તિમાં કહ્યાં છેઃ
चुल्लग पासनधन्ने, जूए रयणे यसुमिण चक्के य। , ઘણુપરમાણૂરસહિંતા મyojમેTI૬TI અર્થ: ચુલ્લક(ભોજન માટેનું ઘર, રસોઈ ઘર, ચૂલો, પાસક(જુગાર રમવાનો પાસો), ધાન્ય, ધુન(જુગાર), રત્ન, સ્વપ્ન, ચક્ર, કૂર્મ, યુગ, પરમાણુ. આ દશ દષ્ટાંતે મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. આદસદષ્ટાંતો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. (૧)ચૂલો :
બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી રાજા કોઈ એક બ્રાહ્મણ પર ખુશ થયો. તેણે બ્રાહ્મણને કંઈક માંગવાનું કહ્યું, “આખા રાજ્યમાં જેટલા ઘરે ચૂલા છે તે દરેક ઘરની રસોઈ રોજ એક દિવસ મને ખાવા મળે.” રાજાએ તેની માંગણી મંજૂર કરી અને પોતાના ઘેરથી જ શરૂઆત કરી. ચક્રવર્તી રાજાના ઘરની રસોઈ ખાઈને બ્રાહ્મણને એટલી તૃપ્તિ થઈ કે બીજી વાર રાજાના ઘરે ખાવાનું એને મન થયું. પણ છ ખંડના પ્રત્યેક ઘરે એક એક દિવસખાઈ લીધા પછી જ રાજાના ઘરે ફરી એનો વારો આવે. ત્યાં સુધી એ જીવે એવો સંભવ જ નહોતો. તેમ છતાં રાજાના ઘરે પુનઃ બીજી વાર જમવાની એને તક મળે એવી સંભાવના હોઈ શકે પરંતુ માનવ જન્મ મેળવવો એટલી સહેલી વાત નથી. (૨)પાસોઃ
ચાણક્યની પાસે દેવતાઈ સિદ્ધિના પ્રતાપે એવી વિદ્યા હતી કે જે વડે ઘુતમાં કેવા પાસા પાડવાના છે એની ખબર પડી જતી અને તે હંમેશા જીતી જતો. તેનો હરીફ હંમેશા હારી જતો; તેમ છતાં વિધાનો પ્રભાવ ઘટી જતાં કોઈકવાર ચાણક્ય હારી પણ જાય છે જેમ લગભગ અશક્ય છે, તેમ માનવભવ પણ પ્રાપ્ત થવો દુર્લભ છે. (9)ધાન્ય:
આખા ભારત વર્ષના બધા ચોખાનો (જબરદસ્ત) મોટો ઢગલો કરવામાં આવે અને તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org