________________
૧૯૪
“ગુરલોભી ચેલા લાલચુ, દોનોં ખેલે દાવ, દોનોં બૂડે બાપડે, બેઠપથ્થરકી નાવ.”
જેમ પથ્થરની નાવમાં બેસનાર ખલાસી અને યાત્રિક બંને ડૂબે છે, તેમ લોભી ગુરુ અને લાલચી શિષ્ય બન્ને સંસાર સાગરમાં ડૂબે છે.
માનવદેહ મહામુશ્કેલી એ મળ્યા પછી માનવ ભવની સાર્થકતા જિનધર્મ શ્રવણમાં રહેલી છે. ધર્મ શ્રવણની દુર્લભતા દર્શાવતાં “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે:
“माणुस्सं विग्गहल ,सुई धम्मस्सदुल्लहा।
जंसोच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं।। અર્થ: મનુષ્ય શરીરને પ્રાપ્ત કરવા છતાં પણ સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મના શ્રવણથી જીવા તપ, ક્ષમા, સહિષ્ણુતા અને અહિંસાનો સ્વીકાર કરે છે.
ધર્મ શ્રવણ મિથ્યાત્વ તિમિરનું વિનાશક છે. શ્રદ્ધારૂપી જ્યોતિનું પ્રકાશક છે. તત્ત્વઅતત્ત્વનું વિવેચક છે. કલ્યાણ અને પાપનું ભેદભર્શક છે. ધર્મશ્રવણ અમૃતપાન સમાન એકાંત હિતકર છે. આવું શ્રુતચારિત્ર રૂપી ધર્મનું શ્રવણ મનુષ્યને પ્રબળ પુણ્યોદયથી મળે છે.
ધર્મના ઉપદેશક અરિહંત આદિની પ્રાપ્તિની દુર્લભતા બતાવતાં કહ્યું છેઃ
तित्थयर गणहरोय पत्तेयबुद्ध पुव्वधरा।
पंचविहायारधरो, दुल्लहो आयरियोडवि।। અર્થ: તીર્થકર, ગણધર, કેવળી, પ્રત્યેક બુદ્ધ, પૂર્વધર અને પંચાચારને ધારણ કરનારા આચાર્ય ભગવંતો આ લોકમાં પ્રાપ્ત થવા મહાદુર્લભ છે. અર્થાત્ સરુનો યોગપ્રચુર પુણ્ય રાશિ એકત્રિત થતાં થાય છે.
સદ્ધપદેશ અને સર્વક્તાનો સુમેળ થવા માત્રથી પણ આત્મકલ્યાણ ન થાય કારણકે ધર્મશાસ્ત્ર શ્રવણની રુચિ થવી મુશ્કેલ છે.
ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે કારણકે વિશ્વમાં મિથ્યાત્વી જીવોનું પ્રમાણ સૌથી વધુ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂબના ત્રીજા અધ્યયનની ગાથા-૮ અને ૯માં પણ આ જ વાત કહી છે.
આનંદ, કામદેવ આદિ મહાશ્રાવકો જન્મ જૈન ન હોવા છતાં દશ શ્રેષ્ઠીઓ પ્રભુ મહાવીરની પ્રથમ દેશનાથી જ જાગૃત થયાં. તેમણે શ્રાવકધર્મ સ્વીકાર્યો. શ્રદ્ધા(સમ્યગદર્શન)
જૈનદર્શનમાં શ્રદ્ધાને ખૂબ મહત્ત્વ અપાયું છે. જૈનદર્શનમાં શ્રદ્ધાને બોધિ, સમ્યક્ત્વ, સમ્યગદર્શન કહે છે.
મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યગતિની દુર્લભતા સમજાય અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા જામવી તેમજ મોક્ષ ગતિની દુર્લભતાનું જ્ઞાન થવું પણ અત્યંત દુર્લભ છે. અંધશ્રદ્ધા અને ગતાનુગતિક શ્રદ્ધા ઘણી વ્યાપક છે. તેથી જ કહ્યું છે-સદ્ધાપરમહુclહીંઅર્થાત્ તત્ત્વશ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org