________________
ઉપર
પાલન. (૪) ઈષ્ટ વિયોગની ચિંતાથી મુક્ત (૫) ધર્માત્માની ભક્તિ કરે (૬) દયા દાનની વૃદ્ધિ કરે (૦) જૈન ધર્માનુરાગી હોય (૮) બાલ તપ કરે (૯) અકામ નિર્જરા કરે (૧૦) સાધુનાં વ્રત શુદ્ધ પાળે. તિર્યંચનું આયુષ્ય બાંધવાના ૨૦ કારણોઃ
(૧) શીયળનો ભંગ કરે (૨) ઠગાઈ કરે (૩) મિથ્યા કર્મ કરે (૪) ખોટો ઉપદેશ આપે (૫) કૂડાં તોલ કૂડા માપ રાખે (૬) દગાબાજી કરે (0) જૂઠું બોલે (૮) જૂઠી સાક્ષી પૂરે (૯) સારી વસ્તુમાં ખરાબ વસ્તુ મેળવીને આપે (૧૦) વસ્તુનું રૂપ ફેરવીને વેચે (૧૧) પશુનું રૂપ પલટાવી વેચે (૧૨) ખરાબ વસ્તુપર ગિલિટ ચડાવી વેચે (૧૩) કલેશ કરે (૧૪) નિંદા કરે (૧૫) ચોરી કરે (૧૬) અયોગ્ય કાર્ય કરે (૧૦-૧૮-૧૯) કૃષ્ણ, નીલ, કાપોત વેશ્યાના પરિણામવાળા(૨૦) આર્તધ્યાની. મનુષ્યનું આયુષ્ય બાંધવાના ૧૦ કારણો :
(૧) દેવ-ગુરુની ભક્તિ કરે (૨) જીવોની દયા પાળે (૩) શાસ્ત્રોનું પઠન પાઠન કરે (૪) ન્યાયની લક્ષ્મી ઉપાર્જન કરે (૫) ઉલ્લાસ પરિણામે દાન આપે (૬) નિંદા ન કરે (0) કોઈને પીડે નહીં (૮) આરંભ ઘટાડે (૯)મમત્વ ઘટાડે (૧૦) સદૈવ સરલ સ્વભાવી રહે. નરકનું આયુષ્યબાંધવાના ૨૦ કારણોઃ
' (૧) અતિ લોભ કરે (૨) મત્સર કરે (૩) ક્રોધ બહુ કરે (૪) મિથ્યા કર્મ આચરે (૫) પંચેન્દ્રિયનો વધ કરે (૬) મોટકું જૂઠું બોલે (0) મોટકી ચોરી કરે (૮) વ્યભિચાર સેવન કરે (૯) કામભોગમાં અતિ રક્ત રહે (૧૦) પારકાં છિદ્ર ખુલ્લાં કરે (૧૧) પાંચ ઈન્દ્રિયોના વિષયમાં તીવ્ર લુબ્ધ હોય (૧૨) સંઘની નિંદા કરે (૧૩) જિનવચન ઉત્થાપે (૧૪) તીર્થકરના માર્ગની પ્રતિષ્ઠા ઘટાડે (૧૫) મદિરાપાન કરે (૧૬) માંસ ખાય (૧૦) રાત્રિભોજન કરે (૧૮) કંદમૂળ વગેરે અભક્ષ્ય ખાય (૧૯) રૌદ્રધ્યાન ધ્યાવે (૨૦) કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યાના પરિણામમાં મૃત્યુ પામે.
ચોપાઈઃ ૩માં વૈમાનિક ગતિના દેવવિમાનોનું સ્થાન, અંતર, દેવોની અવગાહના, તેમની સ્થિતિ અને છેવટે અનુત્તર વિમાનવાસી દેવોનું સર્વોત્કૃષ્ટ સુખ બતાવી દેવગતિનું વિશદ વર્ણન કવિ પૂર્ણ કરે છે.
મધ્યકાલીન કવિઓએ પોતાની રાસકૃતિને રસપ્રદ બનાવવા જેમ અવાંતર કથાઓ અને બોધજનક સુભાષિતો આલેખ્યાં છે, તેમ તે પરંપરાને અનુસરતાં કવિ કહષભદાસ પણ રાસનાયકના પાત્રના દેવ ભવના સ્મરણ દ્વારા પ્રસંગોપાત દેવગતિની સંપૂર્ણ માહિતી આપે છે. કવિ દેવગતિનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરે છે તેથી સંભવ છે કે શ્રોતાજનો અને પાઠકોને કથા રસમાં વિક્ષેપ પડે, પરંતુ દેવગતિની અવનવી વાતો જાણી પાઠકોને રસિકતા પણ ઉદ્ભવી શકે. શ્રોતાજનો શાસ્ત્રોક્ત વાતો રાસ શ્રવણના માધ્યમથી જ જાણી શકે છે.
વાસ્તવમાં રોહિણેયકુમારે દેવ સંબંધી થોડાં જ વેણ ભગવાન મહાવીર સ્વામીના મુખેથી સાંભળ્યાં હતાં. (૧) દેવોની પાપણ ન પલકે (૨) તેમના ગળાની ફૂલની માળા ન કરમાય (૩) તેમના ચરણ જમીનને ન સ્પર્શે (૪) તેમના શરીરે પ્રસ્વેદ ન થાય પરંતુ કવિએ અહીં પ્રસંગોપાત ખૂબ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org