________________
૧૬૫
માગભિમુખ અને માર્ગપતિત જીવો કરોડપતિ થઈ ચૂક્યા છે. જે સમકિતી જીવ હ૦ ક્રોડાદોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ક્યારે પણ નથી બાંધવાનો છતાં તેને અપુનબંધક ન કહેવાય પણ અપુનર્બધડથી જુદો સમકિતી જ કહેવામાં આવે છે.
ચરમાવર્તકાળમાં પ્રવેશેલો અપુનબંધક જીવ શાંત, ઉદાત્ત, ભદ્રક સ્વભાવવાળો હોય છે. તે ગુરુભક્તિ, પૂજા-પાઠ વગેરેની આરાધના કરે છે. દીર્ઘકાળે તેના દ્વારા મોક્ષનો યોગ થાય છે. તે જીવ પોતાના અંતઃકરણને જિનવચન(શાસ્ત્ર)થી શુદ્ધ કરે છે. જિનવચન ઉત્તમ છે. અરિહંતના ધ્યાનથી અરિહંતપણું પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનવિમલસૂરિએ કહ્યું છે:
“ઈલીભમરી સંગથી, ભમરી પદ પામે છે.
- જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાનથી, જિન ઉપમાપાવે.” એ જિનવચન એ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન એ ભવિષ્યમાં થનારા ચિંતા જ્ઞાનનું કારણ છે. જેમાં ભવિષ્યમાં વૃક્ષો વાવવા, પાક લેવા માટે બીજ જરૂરી છે. તેથી ખેડૂત નવો પાક લેવા બીજને કોઠારમાં મૂકી રાખે છે. જો બીજ સડી ન જાય તો જ નવી સીઝનમાં તે બીજમાંથી પાક ઉગી શકે, તેમ ઉહાપોહનય, પ્રમાણાદિની વિચારણાથી ચિંતા જ્ઞાન પ્રગટે ત્યાં સુધી શ્રુતજ્ઞાન સુરક્ષિત જોઈએ. પાણી પીવા માટે ઘડો જોઈએ પરંતુ પાણી ભરતા પહેલા જ ઘડો ફૂટી જાય તેવો ઘડો નિરર્થક છે તેથી કોઠારમાં સુરક્ષિત રહેલ બીજની જેમ શ્રુતજ્ઞાન હદયમાં ટકવું જોઈએ.
જેમ કઠોરમાં રહેલું બીજ સડી ન ગયું હોય તો તેમાંથી અંકુરો ઉગવાની શક્યતા છે, જેશ્રુતજ્ઞાન ભણ્યા પછી ભૂલાઈન ગયું હોય તે જ શ્રુતજ્ઞાન ઉહાપોહથી ઉત્પન્ન થાય છે.
રોહિણેયકુમારને વર્ષો પહેલાં સાંભળેલી જિનવાણી અંતરના ઓરડે ધરબાયેલી પડી હતી. નિમિત્ત મળતાં તેનું શ્રુતજ્ઞાન ચિંતા જ્ઞાન રૂપે પ્રગટ થયું. ચિંતન-મનન અને નિદિધ્યાસનથી તેનો હઠાગ્રહ દૂર થયો. તેની જિનવાણી પ્રત્યેની દુર્ભાવની ગાંઠ તૂટી. જિનવાણીના ઉદ્ગમ દાતા અરિહંત દેવપ્રત્યે અનન્ય બહુમાન ઉત્પન્ન થયું.
“શ્રી ભગવતી સૂત્ર'ના, બીજા શતકના, પાંચમા ઉદ્દેશકમાં સૂત્રકાર કહે છે. કે “સવોના વિજ્ઞાળપષ્યવાળેયસંગમો!” અર્થ: સદ્ગુરુના ઉપદેશનું શ્રવણ કરતાં જીવ-અજીવ, પુણ્ય-પાપ, ધર્મ કે મોક્ષ સંબંધી જે બોધ થાય છે. તેને “સમ્યગજ્ઞાન” કહેવાય છે. સત્સંગ અને સ્વાધ્યાયથી જ્ઞાન વિશિષ્ટ કોટિનું બનતાં “વિજ્ઞાન'ની સંજ્ઞા પામે છે. તેના ફળ સ્વરૂપે ‘પ્રત્યાખ્યાન'ની પ્રાપ્તિ થાય છે. પાપ પ્રવૃત્તિનો પરિહાર ઇરવાની વૃત્તિ જાગતાં “સંયમ માર્ગમાં પદાર્પણ થાય છે. આ સંયમ ‘મુક્તિપુરી'માં પહોંચાડતાં માનવ જીવનનું ધ્યેય પરિપૂર્ણ બને છે.
શ્રુતનું શ્રવણ એ મુક્તિપુરીએ પહોંચવાનું પ્રાથમિક સોપાન છે. શ્રુતના શ્રવણથી જ જીવાત્મામાં કેટલાક સમ્યગ વિચારો ઉદ્ભવે છે.
અનુભવી પુરુષો સમ્ય વિચારના કેટલાક મુદ્દાઓ ટાંકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org