________________
૧૦૫
(૩) પ્રશ્ન:
પ્રશ્ન = પૂછવું. સાંભળ્યા પછી શંકાઓ ઉત્પન્ન થતાં તેનો ખુલાસો મેળવવા ગીતાર્થ ગુરુને પ્રશ્ન પૂછી મનનાં સંશયનું સમાધાન મેળવવું જોઈએ. જયંતિ શ્રાવિકાએ જીજ્ઞાસાબુદ્ધિથી ભગવાનને પ્રશ્નો પૂછી સંશયનું નિવારણ કર્યું. (૪) ગ્રહણઃ
જેમ કોઈએ પ્રેમપૂર્વક આપેલી સારી વસ્તુગ્રહણ કરીએ છીએ તેમ કોઈપણ હિતેચ્છુ વ્યક્તિ એ આપેલી શિખામણ (સદુપદેશ) ગ્રહણ કરવી, પ્રશ્નોના ખુલાસા ઉપયોગપૂર્વક સાંભળી ગ્રહણ કરવા તે ગ્રહણ ગુણ છે. સાધ્વી મૃગાવતીજીએ પોતાના ગુરુણી ચંદનબાળાનો આચાર સંબંધી ઠપકો હિતકારી સમજી ગ્રહણ કર્યો. (૫) ઈહાઃ
ઈહાર વિચારણા. ઉપદેશકો નિઃસ્વાર્થભાવે, પરોપકાર બુદ્ધિથી જે બોધ આપે છે તે ઉત્તમ છે. આત્માનું કલ્યાણ કરનાર છે. પૂર્વે અનેક જીવો આવો બોધ સાંભળી તરી ગયા છે. વર્તમાન કાળે તરે છે અને ભવિષ્યમાં પણ ભવ્યાત્માએ તરશે માટે મારે પણ બોધ પર શ્રદ્ધા રાખી તે પ્રમાણે આચરણ કરવું જોઈએ ઈત્યાદિક વિચારણા કરવી એ બુદ્ધિનો ઈહા નામનો પાંચમો ગુણ છે. ચિલાતીપુત્રએ ઉપશમ, સંવર અને વિવેકરૂપી ત્રિપદી પર ચિંતન (વિચારણા) કર્યું. (૬) અવાય, અપાત કે અપોહ:
અવાચ = સ્થિર, નિશ્ચળ, જેનું પતન ન થાય. જે બાબતમાં ઉહ-ઉહાપોહ, તર્ક-વિતર્કના થાય, નિઃશંક રહે તે અવાય ગુણ છે. દા.ત. ધર્મ, સમ્યકત્વ, મોક્ષ કે આત્મા વિષયક ઈચ્છાપૂર્વક સાંભળેલો બોધ નિઃશંકપણે મનમાં સંગ્રહી રાખવો. તે શ્રદ્ધાથી કોઈ દેવાદિક પણ ચલાયમાન ન કરી શકે. દા.ત. આનંદાદિભગવાનના દશ શ્રાવકો ઉપસર્ગોમાં પણ ધર્મથી શ્રુત ન થયા. () ધારણા
ધારણા = જે સાંભળ્યું, ગ્રહણ કર્યું વિચાર્યું, નિશ્ચળ કર્યું તે જ્ઞાન જીંદગીના છેડા સુધી પણ ભૂલવું નહિતે ધારણા ગુણ છે.
અમુક શબ્દો, નીતિનો ઉપદેશ, શિખામણ જીંદગી પર્યત ભૂલાય નહિ તે ધારણાશક્તિ સ્મરણશક્તિ છે. દા.ત. રોહિણેયકુમાર દેવવચનો ભૂલી ન શક્યો. અભયકુમાર દ્વારા રચાયેલી ઇન્દ્રજાળમાં તે વચનો વર્ષો પછી પણ સ્મૃતિરૂપે રહ્યાં. (૮) અનુષ્ઠાન (કરવું કે કરાવવું):
સાંભળેલી, વિચારેલી, નિશ્ચળ કરેલી, ધારી રાખેલી બાબતોને વર્તનમાં મૂકવી તે અનુષ્ઠાન છે. દા.ત.મેઘકુમાર પોતાનો પૂર્વભવ સાંભળી પ્રભુના વચન પર અનન્ય શ્રદ્ધા રાખી ઈન્દ્રિય વિજેતા બનવાપુનઃ સંયમમાં પ્રવર્તમાન થયા.
શાસ્ત્ર શ્રવણ વિના તત્ત્વજ્ઞાન ન થાય. શ્રવણ બોધ ઉત્તરોત્તર વધતો જાય છે તેમ તેમ પ્રવૃત્તિ ધર્મમાંથી પરિણતિ ધર્મમાં પ્રવેશ મેળવી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org