________________
૧૦૩
(૮) ડાંસ(મચ્છર) જેવાઃ મચ્છર પ્રથમ શરીરની આસપાસ ગણગણાટ કરે છે પછી ડંખ મારે છે, તેમ ડાંસ જેવા શ્રોતા પ્રથમ ગુર પાસેથી જ્ઞાન ગ્રહણ કરે પછી તેમના જ માટે ખોટી અફવાઓ ફેલાવે છે. તેઓ જ્ઞાનદાતા ગુરુનો અપલાપ કરી ડંખ મારવારૂપ અવિનય કરે છે. જે અપાત્રતાનું લક્ષણ છે. (૯) જળોદર જેવા જેમ જળોદર ગૂમડામાંથી ખરાબ લોહી પીવે છે, તેમ જળોદર જેવા શ્રોતા ગુરુના સગુણને ગ્રહણ કરતા જ નથી અને બીજાના દુર્ગુણોને લીધા વિના રહેતા નથી, જે અપાત્રતા છે. (૧૦) બિલાડી જેવા બિલાડી વાસણમાં રહેલું દૂધ જમીન પર ઢોળી પછી તેને ચાટે છે, તેમ બિલાડી જેવા શ્રોતાઓ ગુરુ પાસેથી ધર્મશ્રવણ ન કરતાં અન્ય પાસેથી સાંભળીને સત્યાસત્યનો ભેદ સમજ્યા વિના જ ગ્રહણ કરે છે, જે તેમની અપાત્રતા છે. (૧૧) જહાગ (ઉંદર જેવું પ્રાણી): જહાગ દૂધ-દહીં ખાતી વખતે થોડું ખાય પછી આસપાસ જુએ. જેટલું વાસણમાં પડ્યું હોય કે ચોંટયું હોય તે બધું જ ચાટી જાય છે. છેલ્લે મોટું પણ વાસણ સાથે ચાટીને સાફ કરે છે. જહાગ જેવા શ્રોતા ગુરુ પાસેથી થોડું થોડું ગ્રહણ કરી અંતરમાં ઉતારે છે. તેઓ એક પણ શબ્દ નભૂલે. પાત્રતાના કારણે તેઓ યથાર્થપામી શકે છે. (૧૨)નોળિયા જેવા નોળિયો થોડી થોડી વારે માતાનું દૂધ પીને તાકાત મેળવી ભૂજંગ સાથે લડાઈ કરે છે, તેમ નોળિયા જેવા શ્રોતા ગુરુ પાસેથી થોડું થોડું જ્ઞાન ગ્રહણ કરી પાત્રતાના કારણે અંતરમાં ઉતારી કુવાદીઓને વાદવિવાદમાં હરાવે છે.
ઉપરોક્ત ઉપમાઓ દ્વારા જણાય છે કે પાત્રતા દરેક શ્રોતાની જુદી જુદી છે. પાત્રતા અનુસાર પરિણમન થાય છે.
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મોહનીય કર્મનો ક્ષય એ પાત્રતાના વિકાસનું એક પરિબળ છે. જેટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધુ તેટલો પાત્રતાનો વિકાસ વધુ! મોહનીય કર્મના ક્ષયથી પાત્રતાના વિકાસમાં પ્રબળ વેગ આવે છે.
- મોહનીય કર્મની ઉપશાંતતા અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી રોહિણેય કુમારને પરમાત્માના વચનો પ્રત્યે અનન્ય શ્રદ્ધા પ્રગટી. તેણે અનુભવ કર્યો કે, “જે પરમાત્માની વાણી સાંભળવા ન મળી હોત તો આજે કપરી કસોટીમાંથી હેમખેમ પાર ઉતર્યો ન હોત. ચોરીના આરોપમાં પકડાઈ જાય તો મૃત્યુદંડ અવશ્ય મળત.” અંધારાને ચીરવા અજવાસના રૂપમાં તેને શ્રુતજ્ઞાન ઉપહારક બળ્યું. તેના હૈયામાં સુદેવપ્રત્યે અગાધ વાત્સલ્યની ધારા ફૂટી. તેના હદયમાંથી ઉદ્ગારો નીકળ્યા,
પ્રભુજી સરખો હો દેશકકો નહી રે”
જિનવાણી અમૃતતુલ્ય મધુર હોવાથી ભવરોગ મટાડી મને અમર બનાવશે. તેવા વિચારોથી રાસનાયક જિનવાણી પર ઓળઘોળ થઈગયો.
મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તિમ શ્રુત ધર્મે મન દધરે, જ્ઞાના ક્ષેપકવંત રે.” સગપણ થયેલી કન્યા, લગ્નબંધનથી બંધાઈ નથી છતાં તેની વૃત્તિઓ બદલાઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org