________________
૧૫૫
૧૪) હુંનિત્ય જિનવાણીનું શ્રવણ કરી, વ્રત-પ્રત્યાખ્યાન કરતો હતો. ૧૫) હુંનિત્ય એકાસણની તપશ્ચર્યા કરતો હતો. ૧૬)મેં વીસ સ્થાનક પદની આરાધના કરી હતી. ૧૦)મેં કષાયાની ઉપશાંતતા કરી સર્વ જીવો સાથે મૈત્રી કરી હતી. ૧૮) મેં મારા દુષ્કૃત્યોની ગુરુની સમક્ષ આલોચના કરી હતી. ૧૯)મેં ચાંડાલ જેવા અતિ ભયંકર ચાર કષાયો (ક્રોધ, માન, માયા, લોભ)ને છોડયાં હતાં. ૨૦)મેં અઢાર પ્રકારનાં પાપકર્મોને મારાથી અળગાં કર્યા હતાં. ૨૧)મેં શ્રાવકના એકવીસ ગુણો હદયે ધર્યા હતાં. ૨૨) મેં નિત્ય ધ્યાન, સ્વાધ્યાય આદિ શ્રાવકના દૈનિક આચારોનું સભ્યપણે પાલન કરીને ઘણું પુણ્યા ઉત્પન્ન કર્યું તેથી દેવલોકમાં ઉત્પન્ન થયો છું.
ઉપરોક્ત દિનચર્યામાં પાપભીરતા, જિનધર્મની પ્રભાવના, ચારિત્ર ધર્મનો તીવ્ર રાગ, જિનવાણી શ્રવણની ઉત્કંઠા, કૃતજ્ઞતા, ઔદાર્ય જેવા શુદ્ધ શ્રાવકાચારના ગુણો ઉડીને આંખે વળગે છે. - રોહિણેયકુમાર સ્વયંને શુદ્ધ અને ચુસ્ત જિનોપાસક શ્રાવક દર્શાવી શ્રાવકની વૈમાનિક
રોત દેવલોકની ગતિ છે, એવું સૂચવે છે
સભ્યત્વ સહિત દાન આદિ ધર્મોનું આરાધન કરી સદાચારથી મઘમઘતું જીવન જીવનારો સુશ્રાવક મરીને બારમા દેવલોક સુધી પહોંચી શકે છે, એવું ઉપાસકદશાંગસૂત્ર દ્વારા સિદ્ધ થાય છે.
દેવાંગનાઓ જેવી સુંદરીઓએ અત્યંત ઉત્સુકતાથી આગંતુક દેવ (રોહિણેયકુમાર) નાં સુકૃત્યોનું વર્ણન સાંભળ્યું. ત્યાર પછી તેમણે આગંતુક દેવને પૂછયું, “મહાભાગા એવું તો બને જ નહીં કે મનુષ્ય કેવળ સત્કર્મ જ કરે. ગત મનુષ્ય જન્મમાં જાણતાં-અજાણતાં થયેલાં તમારાં દુષ્કૃત્યો (પાપકર્મો) વિશે અમને જણાવો.”
- રોહિણેય કુમારે ઠાવકાઈપૂર્વક સ્મિત કરતાં કહ્યું, “અરે! દેવીઓ થોડો વિચાર તો કરો? શું દુષ્કૃત્ય કરનાર સ્વર્ગમાં આવે? હું સદૈવ જિનભક્તિ અને સાધુ સંગતિમાં જ રમ્યો છું. જેમ હાથનો દૂઠો મહાસાગર તરવાને અસમર્થ છે, તેમ પાપત્મા શું દેવલોકને આંબી શકે? શું પાંગળો પર્વતારોહણ કરી શકે? શું આંધળો ચંદ્રદર્શન કરી શકે? શું દુરાચારી-ઘેલો માનવી દેવવિમાન મેળવી શકે?હા! અજાણતાં મારાથી કોઈદુષ્કૃત્ય થયું હશે તો તેમને યાદ નથી તેથી શું કહ્યું?”
પ્રસ્તુત સંવાદ દ્વારા કવિધર્મનો મહિમા બતાવે છે. ધર્મનો મહિમા
ધર્મનો ધાતાનુસારી અર્થકરતાં કર્તવ્યકૌમુદી' ગ્રંથ(પૃ.૧૫)માં શ્રી શતાવધાની રત્નચંદ્રજી મહારાજ કહે છે:
दुर्गति प्रसृतान् जंतून् यस्माध्दारयते ततः। ___ धत्ते चैतान् शुभस्थाने तस्यादर्म इति स्मृतः ।। અર્થ: દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને પડતાં ઘરી રાખે અને શુભગતિમાં પહોંચાડે તેને ધર્મ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org