________________
૧૪૮
આહાર કરે છે. તેઓ કવલ આહાર ન કરે. સંઘયણ :
“હાડકાંની રચના વિશેષ, હાડકાંની મજબૂતાઈને સંઘયણ કહે છે. સંઘયણ છ પ્રકારનાં છે. ૧) વજહષભનારચ સંઘયણ, ૨) બદષનારચ સંઘયણ, ૩) નાચ સંઘયણ, ૪) અર્ધનારચા સંઘયણ, ૫) કીલિકા સંઘયણ, ૬) છેવટુસંઘયણ.
વજનદષભનારચ સંઘયણ સર્વોત્તમ છે. “મોક્ષમાં જવા માટે વજનદષભનાર સંઘયણ જોઈએ. તે સંઘયણનો સ્વામી જ મોક્ષે જઈ શકે.
તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, તદ્ભવ મોક્ષગામી જીવ, યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચને વજaષભનારચ સંઘયણ હોય છે. અસંજ્ઞીને છેવટું સંઘચણ હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને છ માંથી કોઈ એક સંઘયણ હોય છે. નારકી અને દેવતાને સંઘયણ હોતું નથી. તેમને ઔદારિક શરીરન હોવાથી હાડકાં નથી. સંસ્થાન
શરીરની શુભાશુભ આકૃતિ વિશેષને સંસ્થાન કહે છે. તેના પ્રકાર છે. .
૧) સમચતુરસ સંસ્થાન, ૨) વ્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, ૩) સાદિ સંસ્થાન, ૪) વામન સંસ્થાન, ૫) કુજ સંસ્થાન,૬) હુંડ સંસ્થાન.
દેવોનું ભવધારણીય શરીરનું સંસ્થાન સમચતુર છે. ઉત્તર વૈક્રિય શરીરનું સંસ્થાન વિવિધ પ્રકારનું છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને છ સંસ્થાન તથા શેષ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય તેમજ નારકીને છઠ્ઠહંડ સંસ્થાન હોય છે.” સંજ્ઞી :
જે જીવોને ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થોની વિચારણા, મનોવૃત્તિ કે વૈચારિક શક્તિ હોય, જેઓનાં વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન હોય તેવા મનવાળા જીવોને સંજ્ઞી કહેવાય. જેઓ મનોવિજ્ઞાનથી વિકલ હોય તે અસંજ્ઞી કહેવાય છે. જેઓ સંજ્ઞી-અસંડીથી અતીત છે, તે કેવળી ભગવંતને નોસંજ્ઞી નોઅસંજ્ઞી કહેવાય છે.”
નારકી અને દેવતા સંજ્ઞી જ હોય. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી જ હોય. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સંજ્ઞી-અસંજ્ઞી બંને હોય છે. સંમૂર્છાિમ મનુષ્ય એકાંત અiી જ હોય. યુગલિક મનુષ્યો એકાંત સંજ્ઞી હોય. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સંજ્ઞી હોય. ૧૩-૧૪ ગુણસ્થાનવ મનુષ્યો અને સિદ્ધ ભગવાન નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોય છે. જ્ઞાન-અજ્ઞાન:
યને જાણે તે “જ્ઞાન” કહેવાય. જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થાય તે સમ્યગજ્ઞાન કહેવાય. જેનાથી સંસારવૃદ્ધિ થાય તે અજ્ઞાન કહેવાય. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, તેનું વિવેચન પૂર્વે થઈ ગયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org