________________
૧૪
તેના ત્રણ પ્રકાર છે. ૧) સ્ત્રી વેદઃ જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય. ૨)પુરષ વેદઃ જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથમૈથુન સેવનની ઈચ્છા થાય. ૩) નપુસંક વેદઃ જે કર્મના ઉદયથી નપુસંકને સ્ત્રી અને પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય.
દેવોમાં સ્ત્રી વેદ અને પુરુષ વેદ છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, સૌધર્મવાસી અને ઈશાન કલ્પવાસી દેવો કાયસેવી છે. તેઓ પોતાના આવાસમાં વસનારી દેવીઓ સાથે મનુષ્યોની જેમ કામક્રીડા કરે છે. સનસ્કુમાર અને મહેન્દ્રવાસી દેવો સ્પર્શસેવી છે. તેઓ દેવીઓના સ્પર્શ માત્રથી વિષય સુખની તૃપ્તિ અનુભવે છે. બ્રહ્મલોક અને લાંતકવાસી દેવો રૂપસેવી છે. તેઓ દેવીઓનું રૂપ જોઈ વિષયો સુખની તૃપ્તિ અનુભવે છે. મહાશુક્ર અને સહસારવાસી દેવો શબ્દસેવી હોવાથી દેવીઓના ચિત્તાકર્ષક મનોહર શબ્દો સાંભળી વિષયસુખની તૃપ્તિ અનુભવે છે. નવમા દેવલોકથી બારમા દેવલોક સુધીના દેવોમન સેવી છે. માત્ર મનથી ચિંતન વડે વિષય સુખની તૃપ્તિ અનુભવે છે.
નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો વિષય સેવનથી રહિત છે કારણકે તેઓ અા સંકલેશવાળા હોવાથી સ્વસ્થ અને શાંત છે.
દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધી છે. તેમની ગતિવિધિ આઠમા દેવલોક સુધી જ છે. ત્રીજા કે ઉપરના દેવલોકના દેવો કામાતુર થાય ત્યારે દેવીઓ ત્યાં પહોંચી જાય છે. સ્પશદિ વડે તેમની કામવાસના શાંત કરે છે. ઉપરના દેવલોકના દેવોમાં કામવાસનાની માત્રા ઓછી છે અને સંતોષ વૃત્તિ વધુ હોવાથી તૃપ્તિનાં સાધનો ઓછાં જ હોય છે. સંજ્ઞાઃ (શ્રી સ્થાનાંગસૂત્ર સ્થાન ૪/૪/૨૦ અને શ્રી સમવાયાંગ સૂત્ર - ૪ થા સમવાયમાં ચાર પ્રકારની સંજ્ઞા છે. શ્રી ભગવતી સૂર શતક o/૮/૩ અને શ્રી પ્રજ્ઞાપન સૂત્ર પદ-૮માં ૧૦ પ્રકારની સંજ્ઞા છે. જેનું વર્ણન પૂર્વે થઈ ગયું છે.) - ઈન્દ્રિય અને મનની અભિલાષાને “સંજ્ઞા' કહેવાય છે. સંજ્ઞાઓ ચાર છે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. આ સંજ્ઞાઓ વેદનીય અને મોહનીય કર્મના ઉદય તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમને આધીન છે. વ્યક્તિ આત્મનિરિક્ષણ દ્વારા આંતરિક પરિવર્તન લાવી શકે છે. દેવોમાં ઉપરોક્ત ચારે સંજ્ઞાઓ હોય છે. આહારક:
સંસારી જીવ ઓજ, રોમ અને કવલ આહાર દ્વારા શરીર અને પર્યાપ્તિ યોગ્ય પુદ્ગલા ગ્રહણ કરે છે. તેને આહારક કહેવાય. તદ્યોગ્ય પુદ્ગલો ગ્રહણ ન કરે તેને અનાહારક કહેવાય. સંસારકાળમાં જીવને અનાહારક દશા અતિ અલ્પ સમય હોય છે. ૧) સિદ્ધના જીવ અશરીરી હોવાથી અનાહારક છે. ૨) કેવળી ભગવાન કેવળ સમુદ્યાતના ૩-૪-૫ સમયે અનાહારક હોય છે. ૩).૧૪મા ગુણસ્થાનકમાં જીવ અનાહારક હોય છે. ૪) વાટે વહેતાં જીવ વિગ્રહગતિમાં વધુમાં વધુ ત્રણ (મતાંતરે પાંચ) સમય અનાહારક હોય છે.
“કોઈ પણ જીવ જન્મથી મૃત્યુ પર્યત આહારક જ હોય છે. દેવ અચિત, શુભ પુદ્ગલનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org