________________
૧૩૦
વિવેચન પ્રસ્તુત ઢાળ : ૭ થી ૧૦ અને ચોપાઈ : ૩ (કડી ૧૪૩ થી ૨૧૨)માં કવિ દેવગતિ અને શ્રાવકાચારનું વર્ણન કરે છે. કથાકારનું આ દેવગતિનું વિશદ વર્ણન કથા રસિકોને સંભવ છે કે વાર્તા પ્રવાહમાં ખટકી શકે; પરંતુ તેમાંથી દેવગતિનું ઘણું અવનવું જ્ઞાન જાણવા મળે છે. દેવગતિ:
દેવગતિ સંબંધી માહિતી શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી અનુત્તરોપપાતિક સૂત્રમાં દર્શાવેલ છે. વળી, શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાન ચિંતામણિના દ્વિતીય કાંડમાં તથા જૈન તત્ત્વપ્રકાશમાં દેવોનું વર્ણન આલેખ્યું છે.
ચાર કારણથી જીવ દેવયોનિમાં જન્મે છે." (૧) સરાગ સંયમ : સંજવલન કષાય યુક્ત ચારિત્રના પાલનથી. (૨) સંચમાસંયમ : દેશવિરતિ ચારિત્ર, શ્રાવકધર્મના પાલનથી. (૩) અકામ નિર્જરા મોક્ષના લક્ષ્ય વિના પરવશપણે કષ્ટ સહન કરવાથી. (૪) બાલ તપ : મિથ્યાત્વ (અજ્ઞાનયુક્ત) અવસ્થામાં તપશ્ચર્યા કરવાથી.
દેવોના ચાર પ્રકાર છે. (૧) ભુવનપતિ (૨) વાણવ્યંતર(૩) જ્યોતિષી (૪) વૈમાનિક. ભુવનપતિઃ
જે દેવો ભવનમાં નિવાસ કરે તે ભુવનપતિ કહેવાય છે. તેઓ કુમારની જેમ વિભૂષાપ્રિય, ક્રિીડાપ્રિય, તીવ્ર અનુરાગવાળા અને સુકુમાર હોવાથી 'કુમાર' કહેવાય છે. તેઓ અધોલોકમાં રહે છે.
ભુવનપતિદેવોના દશભેદ છે. (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૦) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. પરમાધાર્મિકઃ
અસુરકુમારમાં કેટલાંક પરમ અધર્મને સેવનારા હોવાથી ‘પરમાધાર્મિક' કહેવાય છે. તેમના પંદર પ્રકાર છે. તેઓ નરકના સંત્રીઓ તરીકે કાર્ય કરે છે, જેનારકોને દુઃખ આપે છે. (૧) અંબ: નારકોને ઊંચા કરી પછાડે છે. (૨) અંબરીષઃ નરકના જીવોને ભઠ્ઠીમાં શેકે છે. (૩) શબલ નારક જીવોનાં આતરડાં, હદય વગેરે ભેદે છે. (૪) શ્યામ નારકોને તીક્ષ્ણ શસ્ત્રોથી છેદ કરે છે. (૫) રૌદ્ર નારક જીવોને ભાલામાં પરોવે છે. (૬) ઉપરૌદ્રઃ નારક જીવના અંગોપાંગતોડે છે. (૦) અસિપન્ન તરવાર જેવા આકારવાળાં પત્રોનું વન વિભુર્વેછે, તેમાં નારક જીવોને ફેંકે છે. (૮) ધનુ બાણ વડેનારક જીવોને વીંધે છે. (૯) કુંભ નારક જીવને કુંભાદિમાં પકાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org