________________
૧૧૮
પરિવર્તન કરી, રોહણશેઠનું રૂપ લીધું. બીજી બાજુ અભયકુમારે મહારાજા શ્રેણિકને વધામણી આપતાં કહ્યું કે, “મેં ચોરને પકડી લીધો છે.” મગધ નરેશ અત્યંત ખુશ થયા. ચોરના આતંકમાંથી હવે મુક્તિ મળશે, પ્રજાજનો સુખ અનુભવશે; એવા વિચારથી તેઓ આનંદિત થતાં રાજમહેલમાં આવ્યા. રાજાએ જોયું કે અભયકુમારે જેને કેદી બનાવ્યો હતો તે ચોર નથી પરંતુ રોહણ શેઠ છે. મહારાજાએ પુત્રને ઠપકો આપતાં કહ્યું, “અભય! તું ભૂલથી ચોરના બદલે રોહણ શેઠને પકડી લાવ્યો છે?” મહામંત્રીએ કહ્યું, “રાજન્! મને પાકો વિશ્વાસ છે કે આ રોહણ શેઠના વેશમાં રહેલ રોહિણેય ચોર જ છે. હું હમણાં જ તેને દોરડા વડે બાંધી સિદ્ધ કરીશ.”
અભયકુમારે દસ્યુરાજ રોહિણેયના ભવ્ય સ્વાગતની તૈયારી કરી. તેમણે રત્નના પ્રભાવે એક સાત માળની અમૂલ્ય મહારત્નોથી ખચિત દિવ્ય હવેલી બનાવી, તેમાં ઉતારો આપ્યો. ત્યાં દેવાંગનાઓ જેવી સ્વરૂપવાન લલનાઓ ચામર ઢાળી રહી હતી. ગાંધર્વો અદ્ભુત નાટયકલા કરી રહ્યા હતા. અપ્સરાઓ જેવી સ્ત્રીઓ મધુર વીણાવાદન કરી રહી હતી.
મહામંત્રી અભયકુમારે મહેમાનગતિ શરૂ કરી. સૌ પ્રથમ રોહિણેયકુમારને ભોજના પીરસાયું. આ ભોજનની સોડમથી મુખમાં પાણી આવ્યું. રોજના સાદા ભોજનથી કંટાળેલો રાસનાયક વિવિધ, ખુબુદાર અને જાતજાતની વાનગીઓ જોઈખૂબ ખુશ થયો. ઘણા સમય પછી સ્વાદિષ્ટ ભોજન મળતાં તે ભોજન પર તૂટી પડયો. તેણે ખૂબ ખાધું. ત્યાર પછી ઉગ્ર પ્રકારની ચંદ્રહાસ નામની મદિરાનું ભરપૂર પાન કરાવ્યું. તે મદિરાનો વ્યસની તો હતો જ. વળી, કેટલાક દિવસો પછી મદિરા મળવાથી જરૂરતથી વધુ પ્રમાણમાં તે ઢીંચી ગયો. ભારે આહાર અને માદક પીણાના સેવનથી તેની ચેતનવૃત્તિઓ પ્રમત્ત અને સુષુપ્ત બની અને અચેતન મનના ભાવ ઉભરવા લાગ્યા. અભયકુમાર પણ આ જ ઈચ્છતા હતા. મદિરા સેવનથી રોહિણેયકુમાર નિદ્રાધીન થયો. પૂર્વ યોજનાનુસાર તેને ઉત્તમ દિવ્ય વસ્ત્રો પરિધાન કરાવી, ઊંચકીને, સાક્ષાત્ સ્વર્ગલોક જેવા સોહામણા ઢોલિયા (દેવશય્યા)માં પોઢાડવામાં આવ્યો. થોડા સમય પછી મદિરાનો નશો ઉતરતાં તે ભાનમાં આવ્યો. તેણે ધીરે ધીરે નેત્રો ખોલ્યાં. તે ચારેબાજુ વિસ્મિત નેને જોવા લાગ્યો. તેણે ચારેબાજુ અપૂર્વરમણીય દશ્ય જોયું.
ભીંતો પર સુંદર ચિત્રો ચીતરેલાં હતાં. છત પર મનોહર હાંડી ઝુમ્મર લટકી રહ્યાં હતાં. અહી દેવ-વિમાન જેવાં અદ્ભુત નાટકો રચાઈ રહ્યાં હતાં. અપ્સરાઓ જેવી સ્વરૂપવાન અને લાવણ્યમય લલનાઓ જોઈ તે ચમક્યો. ભવન રત્નદીપોથી ઝળહળી રહ્યો હતો. રત્નજડિત ઢોલિયાની ચારે બાજુ ચાર સ્ત્રીઓ ઉભી હતી. કેટલીક સુંદરીઓ ચામર ઢાળી રહી હતી. તેનો નશો થોડો થોડો ઢીલો પડી રહ્યો હતો. તેણે આંખ ખોલી ત્યાં તો દેવાંગનાઓ જેવી સુંદરીઓએ જેમ દેવ સાથે યથોચિત પ્રેમભર્યો શિષ્ટાચાર કરે છે તેમ નવા આગંતુક દેવનું સ્વાગત કરતાં “જય જય નંદા, જય જય ભદ્રાનો વિજયનાદ કર્યો. નૃત્ય કરનારી નૃત્યાંગના સોંપાયેલા કાર્યમાં મચી પડી.
રોહિણેય કુમારને સમજ ન પડી કે આતે સ્વપ્ન કે સત્ય ? તે ચારે બાજુ વિસ્ફારિત નેત્રે પ્રસાદને જોવા લાગ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org