________________
૧૦૮
રાસનાયક અત્યંત ચતુર અને દીર્ઘદ્રષ્ટા હતો. તેણે અગાઉથી જ ગ્રામવાસીઓ સાથે સાંઠગાંઠ કરી રાખી હતી.
બીજે દિવસે દસ્યુરાજને રાજસભામાં ન્યાય માટે લાવવામાં આવ્યો. તે પૂર્વે મહારાજા શ્રેણિકે મહામાત્યા અભયકુમાર સાથે વિશેષ મંત્રણા કરી.
મહારાજાએ પૂછ્યું, “અભય!શુંમામલો (પરિસ્થિતિ)છે?"
અભયકુમારે વિશ્વાસપૂર્વક કહ્યું, “રાજન મારી આંખોએ મને કદી છેતર્યો નથી. નક્કી આ જ રોહિણેય ચોર છે. તેખૂબ કુશળ નાટ્યકાર છે.”
રાજાએ કહ્યું, “જો આ જ રોહિણેય ચોર હશે તો ગુપ્તચરોના આવવાથી ભેદખૂલી જશે.”
અભયકુમારે કહ્યું, “રાજનું! ન્યાય અને પ્રમાણની દષ્ટિએ જે ઉચિત લાગે તે કરજો. યુક્તિપૂર્વક તેના દ્વારા કહેવડાવીશ કે તે રોહિણેય ચોર છે. બાકીનું કાર્ય તમે મારા પર છોડી દો.”
રાજાએ કહ્યું, “મને તારી બુદ્ધિ પર પૂર્ણ વિશ્વાસ છે. જે પણ કરો સમસ્યા તો જનરક્ષણની છે. જે રાજા પ્રજાની રક્ષા ન કરી શકે તે નિશ્ચયથી નરકમાં જાય છે.”
અભયકુમારે સાંત્વના આપતાં કહ્યું, “રાજન ! તમે નિશ્ચિંત રહો. હું રોહિણેય ચોરના આતંકથી પ્રજાને મુક્ત કરીને જ રહીશ.”
પિતા-પુત્રની વિશેષ મંત્રણા બરખાસ્ત થઈ. અભયકુમાર પોતાના શયનખંડમાં ગયા, પરંતુ તેમને ઊંઘ ન આવી. દુર્ગચંડ નામના તથાકથિત કિસાનને રોહિણેય ચોરને સિદ્ધ કરવાના પેંતરાઓ વિચારવામાં રાત ક્યાં વ્યતીત થઈ ગઈ તેની ખબર ન પડી.
બીજે દિવસે દરબાર ભરાયો. યોગ્ય સમયે ગુપ્તચરોએ પોતે કરેલી તપાસનું પરિણામ રાજસભામાં રાજા સનમુખ પ્રસ્તુત કર્યું.
“અન્નદાતા! શાલિગ્રામમાં દુર્ગચંડ નામનો કિસાન (મતાંતરે કણબી) રહે છે. તેની મુખાકૃતિ બંદીવાન જેવી જ છે. ગ્રામીણોએ એવું પણ કહ્યું છે કે દુર્ગચંડ ખેડૂત ગઈ કાલે રાજગૃહ, નગરીમાં ગયો હતો. એટલું જ નહીં, ગુપ્તચરોની સાથે પાંચ-દસ શાલિગ્રામ ગામના નિવાસીઓ પણ આવ્યા હતા. તેમણે પણ કહ્યું કે, આ વ્યક્તિ અમારા ગામનો દુર્ગચંદખેડૂત છે.”
ન્યાય રક્ષાની દષ્ટિએ અભયકુમાર વિવશ હતા. મહારાજા શ્રેણિકે વિચાર કર્યો કે માયાવી માનવીને કોણ ઓળખી શકે?ખુદ બ્રહ્મા-વિષ્ણુપણ તેને આંકી શકતા નથી.
મહારાજાએ મહામંત્રી સમક્ષ જોઈ કહ્યું, “મંત્રીશ્વર!એનો ન્યાય હવે તમે જ કરો.”
મહામંત્રી અભયકુમારે રાજાને કહ્યું, “મૂળ વિના ડાળ ક્યાંથી હોય? તેમ ચોરીના મુદ્દામાલ વિના ચોરને પકડવો શી રીતે?”
ભારતીય પ્રવિધાનમાં પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનેગાર સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને દેશનિકાલ કે ફાંસીની સજા આપવામાં આવતી નથી.
ચોરને હું જરૂર પકડીશ” એવું કહી, અભયકુમારે રાજાને સાંત્વના આપી. ન્યાયરક્ષાની દષ્ટિએ મગધેશ શ્રેણિકે તથાકથિત દુર્ગચંડને સન્માનપૂર્વક મુક્ત કર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org