________________
૮૪
अणिमीस नयणा मणक, ज्ज साहणा पुप्फ दाम अभिलाणा |
चउरंगुलेणभूमि, न छिबंति सुरा जिणा बिंति ।।३।। અર્થ: દેવતાને મનુષ્યની જેમ કેસ, વાળ, માંસ, નખ, કેરોમ, રુધિર, મૂત્ર કે પરસેવો હોતો નથી. તેમનો દેહ નિર્મળ હોય છે. તેમનો શ્વાસોશ્વાસ સુગંધી હોય છે. તેઓ અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા બની સોળ વર્ષના તરુણ પુરુષ જેવા બને છે. તેઓની પાપણો પલકારાના મારે. તેમના ગળામાં પુષ્પની માળા હોય છે કરમાતી નથી. તેઓ જમીનથી ચાર આંગળી અદ્ધર હોય, તેઓ ધરતીને સ્પર્શતા નથી; એવું જિનેશ્વર, દેવ કહે છે.
કાંટો કાઢતાં કાઢતાં રોહિણેયકુમારે દેવતા સંબંધી આટલી વિસ્મયકારી વાતો સાંભળી. શલ્ય:
અધ્યાત્માના ક્ષેત્રે કાંટો = શલ્ય, આપણાં જ કરેલાં પાપકર્મો. પગમાં વાગેલો કાંટો. વ્યક્તિની ગતિમાં બાધક બને છે તે રીતે માયા આદિ શલ્ય વ્યક્તિની સાધનામાં અંતરાયભૂત બને છે.” કાંટાના શલ્ય કરતાં પાપનું શલ્ય વધુ ભયંકર છે. જૈનદર્શનનું શ્રેષ્ઠ તત્ત્વ સમ્યગદર્શન છે. સમ્યગદર્શન (સાચી શ્રદ્ધા)ને અટકાવનાર ત્રણ શલ્ય છે. (૧) માયા શલ્ય = કપટ સહિત જૂઠું બોલવું. બાહ્ય અને આંતરિક ભાવોમાં વિપરીતતા. (૨) નિદાન શલ્ય = ધર્મક્રિયાનું ફળ માંગી લેવું. દા.ત. કોઈ ખેડૂતને ખેતરની સર્વ ઉપજના બદલામાં કોઈ ધનિક મિષ્ટ ભોજન કરાવે; તે કોઈ મહત્ત્વની વાત નથી. તેમાં ખેડૂતની બાલિશતા સ્પષ્ટ થાય છે, તેમ તપ સંયમની સાધનાથી ભૌતિક સુખની ઈચ્છા કરવી તે સાધકની મૂઢતા છે. સંયમ-તપની નિષ્કામ સાધના જ શ્રેયસ્કર છે. (૩) મિથ્યાદંસણ શલ્ય = દેવ ગુરુ અને ધર્મની ખોટી સમજ, સર્વજ્ઞના વચનોમાં ઓછી, અધિક, વિપરીત માન્યતા. આ ત્રણ શલ્ય ભવોભવની સાધનાને બાળી નાંખે છે. આ ત્રણે શલ્ય મૂળ સ્વરૂપને પ્રગટાવવામાં અંતરાયભૂત છે.
જૈન ધર્મનું યુદ્ધ આ ત્રણે શલ્યને નષ્ટ કરવા સામેનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે:
"अप्पाणमेव जुज्झहिं, किं तेजुज्झेण बज्झओ।
अप्पाणमेव अप्पाणं, जिणित्ता सुहमेहए।। અર્થ: આત્માની સાથે યુદ્ધ કરો. બહારના યુદ્ધથી શું વળવાનું છે? કેવળ પોતાના આત્મા દ્વારા આત્માને જીતવાથી જ સાચું, સુખ પ્રાપ્ત થાય છે.
માયારૂપી શલ્ય દૂર થતાં સરળતા ગુણ પ્રગટે છે. નિદાન શલ્ય દૂર થતાં નિર્લોભતા ગુણ પ્રગટે છે અને મિથ્યાદંસણ શલ્ય દૂર થતાં સમ્યગદર્શન ગુણ પ્રગટે છે.
સરળતા, નિર્લોભતા અને સત્યદષ્ટિ જેવા આત્માના પરમ અમૃતમય ગુણો વિષમય વિકૃત સ્થિતિમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ બળ આ ત્રણ શલ્યમાં છે. આ ત્રણ ખલનાયકના જોર પર અન્યકર્મો(૧૮ પાપસ્થાનક અને ૮ કર્મ)નું જોર (બળ) વધે છે. જે જીવાત્મા ત્રણ શલ્યોનો સંગ કરે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org