________________
૯૦
કરાવે છે. ૧૧) શ્રી વિપાક કૃતાંગ સૂત્ર ઃ તેમાં વીસ અધ્યયન છે. બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધના દશ અધ્યયનમાં અશુભકર્મના દુઃખને દર્શાવનાર વ્યક્તિઓના ચરિત્ર છે. બીજા શ્રુતસ્કંધના દશ અધ્યયનમાં શુભ કર્મના સુખને દર્શાવનારદશ ચરિત્ર છે. ૧૨ ઉપાંગસૂત્રઃ ૧) શ્રી ઔપપાતિક સૂબ: મહારાજા શ્રેણિકના પુત્ર કોણિકે દેવાધિદેવને વાંદવા માટે કરેલ સામૈયાનું વર્ણન આવે છે. અંબડ પરિવ્રાજકનું વર્ણન તેમજ ગૌતમસ્વામી પૂછેલા પ્રશ્નો અને સિદ્ધોનું સ્વરૂપ આવે છે. (આ શ્રી આચારાંગસૂત્રનું ઉપાંગ છે.) ૨) શ્રી રાયપસણીય સૂત્રઃ જેને રાજપ્રશ્નીય સૂત્ર કહે છે. સૂર્યાભદેવનો અધિકાર વગેરે વર્ણન આવે છે. પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. (આ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રનું ઉપાંગ છે.) ૩) શ્રી જીવાજીવાભિગમ સૂત્રઃ તેમાં દશ અધ્યયન છે. તેમાં જીવોની માહિતી છે. જીવ-અજીવના જ્ઞાન દ્વારા અહિંસા અને યતના ધર્મ પાળી શકાય છે. (આ શ્રી સ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે.) ૪) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર જેની રચના શ્યામાચાર્યો કરી છે. તેમાં જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદનું વર્ણન જુદા જુદા અર્થો દ્વારા તત્ત્વજ્ઞાન પીરસ્યું છે. (આ શ્રી સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે.) ૫) શ્રી જંબૂઢીપપ્રાપ્તિ સૂત્ર : જંબૂદ્વીપ આદિનો વિચાર આવે છે. તેમાં તીર્થકર અને ચક્રવર્તીનો પરિચય છે. (આ ઉપાંગ કેટલાકના મતે જ્ઞાતા સૂત્રનું અને કેટલાકના મતે ઉપાશકદશાંગ સૂત્રનું ઉપાંગ ગણાય છે.) ૬) શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર સૂર્યમંડલ, ગ્રહાચાર વગેરેનું વર્ણન કરી ખગોળ સંબંધી માહિતી આપે છે. (આ શ્રી ભગવતીસૂત્રનું ઉપાંગ હોય તેવું જણાય છે.) ૦) શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રઃ આ સૂત્રમાં જ્યોતિષ ચક્ર સંબંધી માહિતી આવે છે. જૈન ખગોળથી આ વિશાળ લોક અને પ્રકાશ ક્ષેત્રનું જ્ઞાન થાય છે. (આ શ્રી ઉપાશકદશાંગ સૂત્રનું ઉપાંગ છે.) ૮) શ્રી નિરયાવલિકા સૂત્રઃ આ સૂત્રના દશ અધ્યયન છે. તેમાં ચેડા રાજા અને કોણિક રાજાના યુદ્ધ પ્રસંગો તેમજ મહારાજા શ્રેણિકના કાલ, મહાકાલ આદિપુત્રો નરકે ગયા તેનું વર્ણન છે. ૯) શ્રી કલ્યાવસંસિકા સૂત્ર તેના દશ અધ્યયન છે. તેમાં દેવ વગેરેનો અધિકાર છે. કોણિક રાજાના મહાકાલ વગેરે ભાઈઓના પદ્મ અને મહાપદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમે દેવલોકે ગયા, તેનું વર્ણન છે. ૧૦) શ્રી પુફિયા સૂકઃ તેનાં દશ અધ્યયન છે. સૂર્યાભદેવ, જે પૂર્વભવમાં પ્રદેશી રાજા હતો અને કેશી, ગણધર પ્રતિબોધેલા તે દેવકુમાર અને દેવકુમારી સહિત બત્રીસ નાટકો કરી પ્રભુની ભક્તિ કરે છે, તેનું વર્ણન છે. તેને પુષ્યિકાપણ કહે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે.) ૧૧) શ્રી પુચૂલિયા સૂત્ર: વિપાકાંગ સૂત્રના આ ઉપાંગમાં શ્રી, હ્રીં વગેરે દસ દેવીઓના પૂર્વભવનું વર્ણન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org