________________
૯૧
૧૨) શ્રી વસ્જિદશા સૂત્રઃ દષ્ટિવાદના આ ઉપાંગમાં શ્રી કૃષ્ણના વડીલ બંધુ બળદેવના ૧૨ પુત્રોનું વર્ણન છે. ૧૦ (દશ) પયજ્ઞા : ૧) શ્રી ચઉશરણપયન્ના જેમાં અરિહંત ઈત્યાદિનું શરણ સ્વીકારવામાં આવ્યું છે. ૨) શ્રી આઉરપચ્ચખાણ પન્ના ઃ અંતિમ સમયે સમાધિમરણની પૂર્વ તૈયારી કરવા લાયક સુંદર આરાધના અને તેના સાધનોનું વર્ણન છે. ૩) શ્રી ભકતપરિજ્ઞા પન્ના તેમાં અસણં, પાણું, ખાઈમ, સાઈમ ચારેય આહારની મર્યાદા બતાવી છે અને તેના દ્વારા ચારેય સંજ્ઞા - આહાર, ભય, મૈથુન અને પરિગ્રહને ત્યજી દેવાની વાત કરી છે. ૪) શ્રી સંથારગ પયજ્ઞા : અંત સમય નજીક જાણી ચારે આહારનો ત્યાગ કરી વિધિપૂર્વક સંથારો કરવાની વાત છે. તેમાં સુકોશલ મુનિનું ઉદાહરણ છે. ૫) શ્રી નંદુલdયાલિચપયન્ના જેને તંદુલવૈચારિક પન્ના કહે છે. તેમાં જીવની ગાર્ભાવસ્થાનું વર્ણન છે. ૬) શ્રી ચંદ્રાવેધક પયજ્ઞા : જેને ચંદ્રાવિજય કહે છે. તેમાં વિનયમાં શ્રેષ્ઠ ધન્ય મુનિનો અધિકાર છે. ગુરૂનો વિનય કરવાથી જે ઉત્તમ કળાઓ પ્રાપ્ત કરી રાધાવેધ સાધે છે. ૦) શ્રી દેવેન્દ્રવ પયજ્ઞા : તેમાં પરમાત્માની ભક્તિ કરી જીવન સફળ બનાવનાર ઈંદ્રો સંબંધી વર્ણન છે. તેમજ સિદ્ધોના સુખ, ગ્રહ-નક્ષત્રાદિનો વિચાર છે. ૮) શ્રી મરણસમાધિ પગન્ના: મરણ વખતે સમાધિની ભાવના ભાવનાર આત્મા પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે. ૯) શ્રી મહાપચ્ચકખાણપયન્ના: આને ગ્રહણ કરનાર મુનિ સર્વપાપોને વોસિરાવે છે. ૧૦) ગણિવિજ્જા પગન્ના: તેમાં જ્યોતિષ, મુહૂર્ત આદિની માહિતી આપી છે. તેને ગંભીર સ્વભાવવાળા મુનિઓ જાણે છે, સમજે છે તેથી કાર્યસિદ્ધિ સાંપડે છે. ૬(૭) છેદ સૂત્રઃ ૧) શ્રી નિશીથ સૂત્રઃ આ પ્રથમ છેદ સૂત્રમાં સાધુ જીવનને લગતી સૂક્ષ્મ માહિતી અને પાંચ આચારો લાગેલા દોષોની આલોચનારૂપ પ્રાયશ્ચિત વિધિનું વર્ણન છે. તેને ગાંભીર્ય ગુણયુક્ત મુનિએ ધારણ કરી રાખવા યોગ્ય છે. ૨) શ્રી જિતકલ્પ સૂત્ર : આ સૂત્રમાં ચરણ સિત્તરિ અને કરણ સિત્તરીનું વર્ણનું છે, જેની અણગાર નિરંતર આરાધના કરે છે. ૩) શ્રી પંચકલ્પ છેદસૂત્ર : જેમાં પાંચ પ્રકારના વ્યવહાર બતાવ્યા છે. (૧) આગમ વ્યવહાર (૨) શ્રુતા વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જિત વ્યવહાર. 3) શ્રી વ્યવહાર છેદસૂત્રઃ સાધુ જીવનને લગતા ઉત્સર્ગ અને અપવાદ માર્ગો બતાવવા પૂર્વક સંયમ જીવનમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત બતાવે છે. ૫) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર તેમાં મુનિઓની દશ દશાઓ બતાવી અપ્રમાદી રહેવાનો ઉપદેશ આપ્યો છે. પર્યુષણ પર્વમાં વંચાતું કલ્પસૂત્ર દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org