________________
૯૭
ગર્ગાચાર્યએ આળસુ અને નિરુત્સાહી કુશિષ્યોને ઉપદેશ આપવો બંધ કર્યો.
રોહિણેયકુમારથી કાંટો કાઢતાં કાઢતાં દિવ્યવાણીનાં વચનો સંભળાઈ ગયાં. નિયતિ બળવાન છે! થનારું થઈને જ રહે છે. તેણે તરત જ ફરીથી પોતાના કાનને આંગળીઓ ખોસી બંધ કરી દીધાં. હવે તે ખૂબ પસ્તાવો કરવા લાગ્યો. તેણે વ્યથિત થઈ વિચાર્યું, “અરેરે! આ તો અનર્થ થઇ ગયો. પિતાને આપેલું વચન ભંગ થયું. આના કરતાં તો શત્રુની તલવારની ધારથી મારા કટકા થઈ ગયા હોત. તો સારું હતું. એ સમયે મારા કાનમાં ધગધગતું સીસું કેમ ન રેડાયું? પાણીમાં ડૂબી મરું? આગમાં બળી મરું કે પર્વત પરથી પડું? ન જાણે કેમ, અનાયાસ જ મારા હાથ વિદ્યુતવેગે પગ પર ગયા. હવે શું થશે? ખેર! વાણી સાંભળવાથી કંઈ નુકશાન નથી. એ વાણીને મનમાં સંગ્રહી રાખું તો જ પ્રતિજ્ઞા તૂટે! હવે હું આ શબ્દોને જેમ બને તેમ જલ્દીથી ભૂલી જવાનો પ્રયત્ન કરું. હું એવું માનીશ કે મેં કાંઈ સાંભળ્યું જ નથી.'
આવું વિચારવા છતાં શું રોહિણેયકુમાર ભગવાનના શબ્દોને ભૂલી શક્યો? જેમ જેમ તે શબ્દોને ભૂલવાની મથામણ કરતો ગયો, તેમ તેમ તે શબ્દો તેના સ્મૃતિપટ પર તાજાં થતાં ગયાં. ધીમે ધીમે પરમાત્માના શબ્દો તેના હદયપટ પર અંકિત થઈ ગયાં.
વૈજ્ઞાનિક માન્યતા અનુસાર માનવીનું મન જે કાંઈ સાંભળે કે વિચારે તેનો પ્રથમ સંગ્રહ જ્ઞાત મન CONCIOUS MIND)માં થાય છે. જ્ઞાત મનની શક્તિ મર્યાદિત છે. જ્ઞાત મન સિવાય અજ્ઞાત મન (SUB-CONCIOUS MIND)નો પણ મનોવિજ્ઞાને સ્વીકાર કર્યો છે. અજ્ઞાત મન વધુ શક્તિશાળી છે. જ્ઞાત મનમાંથી જે વાત અજ્ઞાત મનમાં જાય છે તે વધુ સમય ટકે છે. અજ્ઞાત મનની આગળ ચિત્ત (પ્રજ્ઞા) છે અને સૌથી છેલ્લે સર્વોપરી આત્મતત્ત્વ છે, જે અનંત શક્તિ ધરાવે છે.
- સામાન્ય માનવી જ્ઞાત મનની શક્તિ વડે અલ્પ સમય સુધી યાદ રાખે છે. તેનાથી વધુ મેઘાવી વ્યક્તિ થોડા વધુ સમય સુધી વધુ વસ્તુઓને યાદ રાખી શકે છે. શતાવધાની વ્યક્તિઓ જ્ઞાત મન વડે અજ્ઞાત મન સુધી, અજ્ઞાત મનથી ચિત્ત સુધી અને ચિત્તથી આગળ વધી આત્મિક શક્તિ વડે થાદ રાખી શકે છે.
આવા શતાવધાની શ્રીમદ્ રાજચંદ્રજી, પં. શ્રી રત્નચંદ્રવિજયજી, પૂ. અજિતચંદ્રસાગરજી જેવા સરસ્વતી પુત્રો વિશ્વમાં વિખ્યાત છે.
દુહા ૫ રાસનાયકનો પડકાર કોટવાલ કોપિ ચઢયો, જો ઝાલું એ ચોર; કુટી ઘાલું હઈડિમા, કોટિ બાંધુ દોર રોહણીઉ પાસઈ હતો, સુણતા ઝડપી બોલ્ય; ' સોર થઉ તવ અતી ઘણો, દીધી ગઢની પોલ્ય અભઈકુમાર ધાયો નહી, મુકઈ તોબર તીર; ચોર તણઈ વાગઈ નહી, રહઈ આકાસઈ તીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org