________________
૯૯
શાંતિ થશે.”
શું તારાગણનાં હજારો તારાઓ ઝાંખા હોય તેથી એક સૂર્યને ઝાંખો કહેવાય? શું મદારી રીંછને નચાવી શકે તેમ કેસરીને નચાવી શકે ખરો? રોહિણેયકુમારને નાથવો સરળ ન હતો. તેની લીલા આગળ રાજગૃહીના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા.
- રોહણશેઠ બનીને રોહિણેયકુમાર મહારાજાની પડખે જ બેઠો હતો. કોટવાલના પુનઃ અહંકાર ભર્યા કાળઝાળ શબ્દોથી રોહિણેયકુમારને ભારે ચીડ ચડી. તેણે ક્ષણવારમાં વેશ પરિવર્તન કરી વાંદરાની જેમ છલાંગ મારી કિલ્લો ઓળંગ્યો. રાજાના સૈનિકો અને મહામંત્રી અભયકુમાર સ્વયં તેને પકડવા દોડ્યા. તેમણે તીર ચલાવ્યું પરંતુ તે આકાશમાં અદ્ધર જ રહ્યું. રોહિણેયકુમાર વીજળીના ઝબકારાની જેમ પળવારમાં અદૃશ્ય થઈ ગયો. તેણે અદશ્ય બની આકાશવાણી કરતાં ચેતવણી આપી કહ્યું, “મને પકડવા આવશો તો મારી વિદ્યાના બળે વિદુર્વેલી શિલા નીચે ચગદાઈ મરશો. મહામંત્રી ! કાન ખોલીને સાંભળો. મારો ગરાસ છીનવી લેતાં તમને શરમ ન આવી? બાપલા! માંઠા કાર્યનું માથું ફળ ચાખવા હવે તૈયાર રહેજે.” ત્યાર પછી મહામંત્રીને પડકારતાં નિર્ભય બનીને કહ્યું, “બાપુ! જો તમે મને છ મહિનામાં ચોર સાબિત કરી પકડી બતાવો તો હું ભગવાન મહાવીર સ્વામીના હાથે દીક્ષા લઈ લઈશ.ત્યાં સુધી હું નિત્ય તમને રામરામ (પ્રણામ)કરવા આવીશ.”
પ્રસ્તુત દુહામાં રોહિણેયકુમારની બહાદુરી અને નિર્ભયતાનાં દર્શન થાય છે. તે અનેક 'વિધાઓમાં કુશળ અને ધાડપાડવામાં અત્યંત નિપુણ હતો. વળી, તેણે ચોર સાબિત થાય તો સંસારથી 'વિરક્ત બનવાની વાત પણ કરી છે.
અહીં એક વાત ધ્યાન ખેંચે છે કે રોહિણેયકુમાર જૈન ધર્મી નથી, છતાં તેની શરત કેવી સાત્વિક છે ? જો છ માસમાં ચોરી કરતાં પકડાઈ જાય અથવા ચોર સાબિત થાય તો પોતે બધું જ ત્યાગી સર્વવિરતિધર બનશે. જ્ઞાતિએ શુદ્ર, અન્યાય, અનીતિથી ભરપૂર જીવન હોવા છતાં વિચારો કેવાં સાત્વિક!.
ઢાળ : ૪ પુરોહિત પુત્રનું અપહરણ
(દેશીઃ ઉલાલાની) જ્યોહાર કરી નીત્ય જાઈ, તસકર કયમેઅ ન ઝાલઈ; ફેરવઈ નીતઈ સરૂપો, ક્યારઈ વીપ્રનું રૂપો માલી કંદોઈ, સેઠી, જાઈ કુમરનઈ ભેટી; મંત્રી કરતો ઉપાઈ, ઝાલ્યો કયમેહ ન જાઈ. ગહઈન ગફામાંહિ પિસઈ, ભોયિં ભોયરામાહા બઈસઈ; ન લહઈ ત્યાહા કુણ વાટો, દ્વાર તે એકસો નઈ આઠો એક દીન પુરોહીત ઘરિ, વીવાહોઈ શુભ પિરિ; રોહણ ફેરવઈ રૂપો, કીધું ઠંડી સરૂપો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org