________________
ગાથા પ્રમાણ નીચે મુજબ છે.
૧૧ અંગસૂત્રો, ૩૬૦૫૪ ગાથાઓ, ૧૨ ઉપાંગસૂત્રો, ૨૫૪૦૦ ગાથાઓ, ૬ છેદસૂત્રો, ૯૯૦૦ ગાથાઓ, ૪ મૂલસૂત્રો, ૨૨૬૫૬ ગાથાઓ, ૧૦ પ્રકીર્ણકો, ૨૧૦૦ ગાથાઓ, ચૂલિકા સૂત્રો ૨૫૯૯ ગાથાઓ. કુલ ૪૫ આગમો અને ૯૮૦૮૬ ગાથાઓ.
આ ઉપરાંત જુદા જુદા મૂલસૂત્ર ઉપર અનેક ગ્રંથો નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયાં છે. જેની કુલ ગાથા નીચે પ્રમાણે છે.
નિર્યુક્તિ-૪૯૧૮, ભાષ્ય - ૮૨૬૦૯, ચૂર્ણિ - ૧૪૩૮૪૦, ટીકા- ૩૦૧૮૩૮. કુલ ૬૦૩૨૮૨. અપમૂલ આગમસૂત્રોની ગાથાઓ ૯૮૦૮૬. કુલ ૦૦૨૦૬૮. ૪પ આગમોના નામ તથા સંક્ષિપ્ત માહિતી : ૧૧અંગસૂત્રઃ ૧) શ્રી આચારાંગ સૂત્ર કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અરિહંતો સર્વપ્રથમ આચરણનો ઉપદેશ આપે છે. તે પ્રથમ અંગનું નામ સર્વ કાળમાં આચારાંગ હોય છે. આચાર એ જ ધર્મ છે. આચાર શુદ્ધિ દ્વારા જીવન શુદ્ધિના સ્તરને ઊંચો લાવવા “જયણા'નો માર્ગ બતાવ્યો છે. તે સૂત્રના ૨૫ અધ્યયન છે. પદ સંખ્યા ૧૮,૦૦૦ છે. . ૨) શ્રી સૂયગડાંગ સૂત્ર : તેમાં ૨૩ અધ્યયન છે. બીજું પ્રથમ પ્રમાણે જાણવું કારણકે હવે પછી દરેક અંગમાં પદ બમણા છે. તેનાં ૩૬,૦૦૦ પદ . જગતના ભિન્ન ભિન્ન દાર્શનિકોના વિચારોની સરખામણી દ્વારા તેની અપૂર્ણતા દર્શાવી છે. ૩) શ્રી સ્થાનાંગ સૂત્ર તેના દશ સ્થાન, દશ અધ્યયન અને એક શ્રુતસ્કંધ છે. જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ આ સૂત્રમાં છે. ૪) શ્રી સમવાયાંગ સૂત્ર : આ અંગમાં ૧ થી ૧૦૦ સુધીની સંખ્યાવાળા તેમજ આગળ આગળની સંખ્યાવાળા પદાર્થોનું સમ્યકજ્ઞાન આપ્યું છે. ૫) શ્રી ભગવતી સૂત્ર ઃ તેમાં દશ હજાર ઉદ્દેશા, ૪૧ શતક છે. ગૌતમસ્વામીજી આદિએ ભગવાનને પૂછેલા ૩૬,૦૦૦ પ્રશ્નોના ઉત્તર સ્વરૂપ છે. તેમાં ૧૫,૭૫૨ શ્લોક છે. ૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર છઠ્ઠા અંગમાં દશ વર્ગ છે. આ અંગે સાડા ત્રણ કરોડ સત્ય કથાઓથી ભરપૂર હતું, જે બાળજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું અને ધર્મમાં સ્થિર કરે છે. તેના બે શ્રુત સ્કંધ છે. ૦) શ્રી ઉપાશક દશાંગ સૂત્ર : પરમાત્મા મહાવીરના શાસનમાં થયેલ આનંદ, કામદેવ આદિ દશ મહાશ્રાવકોના જીવન ચરિત્ર છે. તેમાં દેશવિરતિ ધર્મના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન છે. ૮) શ્રી અંતગડદશાંગ સૂત્ર તેમાં આઠ વર્ગ છે. આ સૂત્રમાં કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્તમાં મોક્ષે જનારા મહામુનિઓના ચરિત્ર છે. ૯) શ્રી અનુત્તરોવવાઈ સૂવઃ જેને અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર પણ કહેવાય છે. તેમાં ત્રણ વર્ગ છે. આ સૂત્રમાં પાંચ અનુત્તર વિમાનમાં જનારા મહાત્માઓના ચરિત્ર છે, જે જીવનને નવી દિશા આપે છે. ૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણાંગ સૂત્રઃ આ સૂત્રમાં દશ અધ્યયન છે. મંત્રના ઉપયોગ અને લક્વિદિશા દર્શના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org