________________
૮૦
કેવળજ્ઞાન ક્ષાયિક ભાવનું છે. શ્રુતજ્ઞાન સિવાયના બાકીના ચારે જ્ઞાન મૂક છે. સર્વ શ્રેષ્ઠ કેવળજ્ઞાન, હોવા છતાં અપેક્ષાએ સંસારી જીવો માટે શ્રુતજ્ઞાનનું મહત્ત્વ વધુ અંકિત થયું છે. જિનશાસનની સ્થાપના કેવળજ્ઞાનના આધારે થાય છે પરંતુ જિનશાસનની વ્યવસ્થા શ્રુતજ્ઞાનના આધારે થાય છે.
“ભગવંત શું છે તત્ત્વ ? પૂછે ગણધરો શુભભાવથી; પ્રભુ કહે ઉત્પત્તિ, વિલય, સ્થિરતા સદા છે જગતણી... પ્રભુમુખે આ ત્રિપદી, સુણી ગણધર કરે ઉદ્ભાવના.
શ્રુતધર્મનું ધારણ કરે, ભાવે કરું શ્રુત વંદના.”
ચરમ તીર્થકર વર્ધમાન સ્વામીએ વૈશાખ સુદ-૧૧ના દિવસે દેવ રચિત સમવસરણમાં દેશના આપી. દેશના એ શ્રુતજ્ઞાન છે. તે દેશનામાં પ્રથમ ગણધર, દ્વાદશાંગી અને ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ, જેને તીર્થ કહેવાય. તીર્થના સંસ્થાપક શ્રુતજ્ઞાનના મૂળ ઉતા તીર્થકર ભગવંતો છે પરંતુ તેના વ્યવસ્થાપક ગણધર ભગવંતો છે. તીર્થકરત્વ તરીકેનો જન્મ અપાવનાર વીસ સ્થાનક પદ પૈકીનું ૧૯મું શ્રુતપદ' છે.
બીજ બુદ્ધિના ધારકગણધર ભગવંતે ભગવાનને પૂછ્યું, “ભયવંકિંતi? ભગવાન તત્ત્વ શું છે?”ભગવંતે કહ્યું, “ઉપન્નઈવા = પદાર્થો ઉત્પન્ન થાય છે, વિગમેઈવા = ઉત્પન્ન થયેલા પદાર્થો નાશ પામે છે, ધ્રુવેઈવા દરેક પદાર્થ અમુક સમય સુધી ધ્રુવ-સ્થિર પણ રહે છે.” - ભગવંતે આપેલી ત્રિપદીનું જ્ઞાન ગણધર ભગવંતોને શ્રુતજ્ઞાનના માધ્યમથી મળ્યું. આ ત્રિપદી સાંભળી મહામેઘાવી ગણધર ભગવંતોને જ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ થયો. ગણધર ભગવંતોએ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી (બાર અંગસૂત્ર-આગમ)ની રચના કરી. તીર્થકર ભગવંતો. અર્થનો બોધ આપે છે, ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે.
વીરમુખમાંથી વહેતી નિર્મળ ગ્રુતગંગા બાર અંગમાં વિભક્ત થઈ, જેને દ્વાદશાંગી' કહેવાય છે. એમાંથી ૧૧ અંગતે સમયની લોકભાષા પ્રાકૃતમાં લખાયા. બારમું દષ્ટિવાદ અંગ સંસ્કૃતમાં લખાયું. દષ્ટિવાદ સૂત્રમાં ચૌદ પૂર્વનો સાર સમાયેલો છે, જે વર્તમાન કાળે વિચ્છેદ છે. આ શ્રુતનો વારસો આપણા સુધી વહાવનાર શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી, શ્રી સ્વયંભવસૂરિ વગેરે સુવિહિત સૂરિ પુરંદરો તથા અનેક શ્રમણ ભગવંતો છે. આ શ્રુત અરિહંત પરમાત્માની પરમશક્તિ સ્વરૂપ છે. તે સર્વ સિદ્ધિઓના પ્રદાતા અને મુક્તિસુખના દાતાર છે.
શ્રી વિમલસૂરિએ ગાયું છે કે - “પ્રભુતજ આગમ સરસ સુધારસ, સિંચ્ચે શીતળ થાયરે;
તાસ જનમ સકૃતારથમાનું, સુરનર તસ ગુણ ગાય રે.”
શ્રુતજ્ઞાન અવર્ણનીય અને અમાપ છે. શ્રુતજ્ઞાન રૂપી અમીરસનું પાન કરનાર મનુષ્ય જન્મને કૃતાર્થ કરે છે. રાજગૃહી નગરીના ધારિણી રાણીના પુત્ર મેઘકુમાર ભગવાન મહાવીરની જિનવાણી રૂપી ગંગામાં એવા તો ઝીલ્યા કે જન્મોજન્મનાં પાપકર્મોને ધોઈ નાખ્યા. જિનવાણી સર્વવિરતિધર્મ, સંયમપાલન, ત્યાગ અને વૈરાગ્યવાસિત હોવાથી ભવ્યાત્માઓ સાંભળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org