________________
૮૫
દુર્ગતિમાંપછડાય છે.
આલોચના, પ્રાયશ્ચિત અને કાયોત્સર્ગ કરવાથી આત્મા શલ્યરહિત શુદ્ધ બને છે.
અચરમાવર્તકાળમાં આ શલ્યોનો પ્રચંડ પ્રભાવ હોય છે. તેને પુરુષાર્થથી દૂર કરી શકાતા નથી તેથી હદયશુદ્ધિ થતી નથી. હદયશુદ્ધિ માટે જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહ્યું છેઃ
समत्वं भज भूतेषु, निर्ममत्वं विचिन्तय।
अपाकृत्य मनःशल्यं भावशुद्धिं समाश्रय।। અર્થ: પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ, નિર્મમત્વદશાનું ચિંતન અને અંતઃકરણમાંથી (માયા,નિદાના અને મિથ્યાત્વ) ત્રણ શલ્ય દૂર કરવાથી ભાવશુદ્ધિ પ્રગટે છે. અંતરમાં પડેલા ખૂંખાર આતંકવાદીઓ સામે યુદ્ધનો મોરચો માંડવા આત્માએ ખૂબ શક્તિ એકઠી કરવી પડે છે.
આ ત્રણ શલ્યોએ ભલભલા મહાત્માઓને પછાડયા છે. માયા શલ્યના કારણે ઓગણીસમાં મલ્લિનાથ સ્વામી તીર્થંકરપણે સ્ત્રી અવતાર પામ્યા. વર્ષો સુધીનું અખંડ ચારિત્ર પાળનાર સંભૂતિમુનિ નારીના વાળની લટનો સ્પર્શ થતાં નિચાણું કરી બેઠા. નિદાનશલ્ય સંયમનો હ્રાસ કર્યો. અગિયાર અંગસૂત્રના જ્ઞાતા જમાલમુનિએ મિથ્યાત્વ શલ્યને કારણે ભગવાનના વચનોને મિથ્યા કહ્યાં.
શ્રી હરિભદ્રસૂરિરચિત (લઘુસંગ્રહણી' ગ્રંથ (પૃ.૧)માં કહ્યું છે:
रागद्वेष विनिर्मुक्ता, न भाषन्ते मृषा जिना।
वचनेडपि च नो तेषां, दोषलेशोडपि सम्भवेत्।। અર્થઃ જિનેશ્વરો રાગદ્વેષથી મુક્ત હોય છે. તેથી તેઓ કદાપિ અસત્ય બોલતાં નથી. અરે! તેમનાં વચનમાં અંશમાત્ર પણ ખામી હોતી નથી.
શ્રી ઉમાસ્વાતિ વાચકે કહ્યું છે:
केवलमधिगम्य विभुःस्वयमेव ज्ञानदर्शनम्।
लोकहिताय कृतार्थोडपिदेशयामास तीर्थमिदम् ।। અર્થ: તીર્થકર અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન પામીને કૃતાર્થ હોવા છતાં લોકોના હિત માટે વયમેવ આ વર્તમાન તીર્થનો ઉપદેશ કર્યો છે. તે માટે તેમનું વચન જ મોક્ષનું કારણ છે.
આ ત્રણ શલ્યના કારણે જીવાત્મા પરમાત્માનાં વચનો સત્ય માનવા, સ્વીકારવા કે શ્રદ્ધા કરવા તૈયાર હોતો નથી. બુદ્ધિમાન, શક્તિમાન, વિદ્વાન અને ધર્મવાન મહાત્મા આ ત્રણ શલ્યને દૂર કરી કુલભબોધિ બને છે. : અચરમાવર્ત કાળનો જીવ આ ત્રણ શલ્યો સમક્ષ વામણો બની જાય છે. ચરમાવર્તકાળનો છવપુરષાર્થ દ્વારા આ ત્રણ શલ્યો સામે સિંહગર્જના કરી શકે છે.
- રોહિણેયકુમારને દ્રવ્ય શલ્યરૂપી શૂળ પગમાં ભોંકાણી. સમવસરણની એક યોજન ક્ષેત્રની ભૂમિ તો દેવો વડે સાફ થઈ હોવાથી ત્યાં કાંટા, કાંકરા ન હોય પરંતુ એક યોજન ભૂમિની બહાર Biટા હોઈ શકે, જે કાંટો રોહિણેયકુમારના પગમાં વાગ્યો. તે સમયે પ્રભુનાં દિવ્ય વેણ કાને પડયા. - ' અહીં એક પ્રશ્ન થાય છે કે પ્રભુના વચનાતિશયના કારણે એક યોજન સુધી તેમની વાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org