________________
જતી સ્ત્રીને જ પનિહારી' કહેવી. (વસ્તુ પોતાના સંપૂર્ણ ગુણોથી યુક્ત હોય ત્યારે જ પૂર્ણ કહેવાય.)
| નયવાદમાં જે નય અભિપ્રેત નયથી બીજી દષ્ટિઓનો વિરોધ ન કરે તે “સુનય' કહેવાય. એકાંતિક દષ્ટિ'દુર્નય’ છે. સપ્તભંગી (સ્યાદ્વાદ): .
જૈન વાડમયના ખજાનાનું અણમોલ રત્ન એટલે “સપ્તભંગી.' અનેકાન્તનું પ્રથમ સ્વરૂપ સપ્ત નય છે. બીજું સ્વરૂપ સપ્તભંગી છે. “સ્યા-કથંચિત’ શબ્દ અપેક્ષાવાચક છે. તે સાપેક્ષતા અને અનેકાન્તના રૂપમાં પ્રયુક્ત થાય છે. સ્યાદ્વાદમાં સમન્વય છે, કદાગ્રહ નથી.
સપ્તનયમાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ પ્રગટ થાય છે જ્યારે સપ્તભંગીમાં સ્વ-પર ઉભય. અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ સમજવામાં આવે છે.
પ્રત્યેક ભંગની પૂર્વે ‘સ્થા’ શબ્દ છે જે કથનની મર્યાદા અને સાપેક્ષતાનું સૂચન કરે છે. સામાન્યપણે કોઈ પણ દ્રવ્યના સંદર્ભમાં અસ્તિ () અને નાસ્તિ (નથી)નો પ્રયોગ થાય છે. જ્યારે અસ્તિ અને નાસ્તિની સીમાનું અતિક્રમણ થાય છે ત્યારે અવક્તવ્યને માધ્યમ બનાવાય છે. આ પ્રમાણે અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય ત્રણ ભાંગા થયા. આ ત્રણ ભાંગાના સંયોગથી અને સ્યાત શબ્દથી સપ્તભંગી નિર્માણ થાય છે. સપ્તભંગીનું સ્વરૂપ ગહન છે. તેના સાત ભંગ (ભેદ) છે. (૧) સ્યાદ્ અસ્તિ : કથંચિત્ છે. કોઈ પણ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ વિદ્યમાન છે. જેમકે જીવનું જીવના સ્વરૂપમાં અને જડનું જડના રૂપમાં સ્વતંત્ર અસ્તિત્ત્વ છે. (૨) સ્થાત્ નાસ્તિ કથંચિ નથી. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ વસ્તુ નથી, જેમકે જીવો દ્રવ્યમાં ચૈતન્ય ગુણધર્મ છે પણ જડના ગુણધર્મ નથી. (૩) સ્યાદ્ અસ્તિ - સ્વાવ નાસ્તિ : કથંચિત્ છે અને કથંચિત નથી. એક જ સમયે વિવક્ષિત એક જ વસ્તુમાં પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે પણ પરદ્રત્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે. જેમકે જીવ ચૈતન્ય સ્વરૂપ છે પણ જડ નથી. (૪) સ્યા અવક્તવ્યમ્ કથંચિત કહી શકાતું નથી. દા.ત. જીવ અરૂપી હોવાથી અવક્તવ્ય છે.
અસ્તિત્વ-નાસ્તિત્વની અભિવ્યક્તિ એક સાથે થઈ શકતી નથી. જે સમયે જીવના અસ્તિત્વનું નિરૂપણ કરાય ત્યારે નાસ્તિત્વ વિશે કહી શકાતું નથી. વસ્તુની સાપેક્ષ વાચ્યતા - અવાચ્યતાનો પરિચય આ ભેદપરથી થઈ શકે છે. (૫) સ્યાદ્ અસ્તિ અવક્તવ્યમ્ કથંચિત્ છે પણ કહી શકાતું નથી. શુદ્ધ ઘીના સ્વાદનો અનુભવ શબ્દો દ્વારા યથાર્થ રીતે કહી ન શકાય, તેમ આત્માના અનંત ગુણોને અનુભવી શકાય પણ વર્ણવી ન શકાય. (૬) સ્થાત્ નારિત અવકતવ્યમ્ : કથંચિત્ નથી અને કહી પણ શકાતી નથી. વસ્તુ પર દ્રવ્યની અપેક્ષાએ નાસ્તિ રૂપ છે. તે સમયે વસ્તુમાં અન્ય ધર્મો હોવા છતાં કહી શકાતા નથી. જેમકે જડની અપેક્ષાએ નાસ્તિપણે પરિપૂર્ણ કહી શકાતી નથી. (o) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ અવક્તવ્યમ્ કથંચિત્ છે, કથંચિત્ નથી અને કથંચિત્ અવક્તવ્ય છે. વસ્તુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org