________________
OC
પાણીનો લોટો, ટુવાલ આદિ વસ્તુઓ લાવ્યો. દાતણમાં બધી સામગ્રીનો સંગ્રહતે સંગ્રહનય’ છે. (૩) વ્યવહાર નય : પદાર્થના સામાન્ય ધર્મને ગ્રહણ ન કરતાં વિશેષ ધર્મને જ ગ્રહણ કરે તે વ્યવહાર નય’ છે. દા.ત. વ્યવહારથી કાગડો રંગ કાળો છે. નિશ્ચયથી કાગડામાં પાંચ વર્ણ સમાયેલાં છે. કાગડાનો કાળો રંગ લોકવ્યવહારને યોગ્ય હોવાથી તે સરૂપથી પ્રતિપાદન થાય છે, શેષનું નહીં.
આ નય પ્રાયઃ ઔપચારિકતામાં જ પ્રવૃત્ત થાય છે. જેમકે આ ઘડો ચૂએ છે. વાસ્તવમાં ઘડો નહીં પરંતુ ઘડામાં રહેલું પાણી ચૂએ છે. વ્યવહારનયના બે ભેદ છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય જે સત્ છે. તેના બે ભેદ છે. દ્રવ્ય અને પર્યાય. જેમકે જીવાદિક દ્રવ્ય છે. વિશેષ જીવના બે ભેદ છે. સંસારી અને સિદ્ધ. (૪) હજુસૂત્ર નયઃ સૂક્ષ્મ અને સ્કૂલ વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે તે “અજુસૂત્ર નય” છે. આ નય ભૂત અને ભવિષ્યકાળની પર્યાયને ગ્રહણ કરતો નથી. જેમકે ક્રોધ સહિતને શોધી' કહે. કરુણાભાવ યુક્ત વ્યક્તિને ધ્યાવાન કહે. તેના બે ભેદ છે.
સ્થળ ઋજુસૂત્ર નય અનેક સમયની પર્યાયને વર્તમાનમાં ગ્રહણ કરે. દા.ત. સો વર્ષઝાઝેરી મનુષ્ય પર્યાય.
સૂક્ષ્મજૂથ નય દા.ત. શબ્દ ક્ષણિક છે. (૫) શબ્દનય : લિંગ, કાળ, વચન, કારક, સંખ્યા, ઉપસર્ગ આદિની અપેક્ષાએ અર્થભેદ સ્વીકારે તેને શબ્દનય' કહે છે. જેમકે સ્ત્રીને સંસ્કૃતમાં ભાર્યા, દારા, કલત્ર કહે છે. દારા શબ્દપુલિંગ છે અને કલબ શબદનપુંસકલિંગ છે. મહાપુરુષ માટે માનાર્થે બહુવચનનો પ્રયોગ કરવો.
| લિંગભેદથી શબ્દોમાં અર્થભેદ ગ્રહણ થાય છે. દા.ત. તટ, તટી, તટસ્ આ ત્રણેના અર્થને ભિન્ન ભિન્ન માને છે. (૬) સમભિરૂઢ નય પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. જેમકે “ગો' શબ્દનો અર્થ ગાય, પૃથ્વી, આકાશ, નક્ષત્ર, વીજળી, વાણી આદિ છે. પરંતુ તે શબ્દગાય માટે જ વાપરવો. ' શબ્દનયમાં લિંગ આદિનો ભેદ હોય ત્યાં અર્થભેદ માને છે. જ્યારે સમભિરૂઢ નયમાં શબ્દ ભેદ છે, ત્યાં અર્થભેદ અવશ્ય છે જ.
સમભિરૂઢ નવા શબ્દોનાં પ્રચલિત અર્થને નહીં પરંતુ મૂળ અર્થને ગ્રહણ કરે છે. શબ્દ નય અનુસાર ઈન્દ્ર, શક, પુરંદર આ ત્રણે શબ્દનો એક જ અર્થ થાય છે પરંતુ સમભિરૂટ નયના મતે ઈન્દ્રનું =ઐશ્વર્યયુક્ત ક્રિયામાં પ્રવૃત્ત; શકન = સમર્થ ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે શક્ર. અને પુરદારણ = નગર દહન ક્રિયામાં પ્રવૃત્ત હોય તે પરિણતિને પુરદર કહેવાય. દરેકની પ્રવૃત્તિ અનુસાર ભિન્ન ભિન્ન અર્થ છે. જો ત્રણેનો એક જ અર્થ કરીએ તો ઘટ, પટઈત્યાદિ શબ્દોના એક જ અર્થમાનવા પડે. (6) એવંભૂત નય : જે શબ્દનો વાસ્તવિક અર્થ હોય, વર્તમાનમાં તેવી ક્રિયા કરાતી હોય ત્યારે ક્રિયા કરનારનો તે શબ્દથી વ્યવહાર કરવો તે ‘એવંભૂત નય' છે. જેમકે વૈદરાજ જે સમયે વૈદું કરે ત્યારે જ તેને વૈદ' કહેવો. ઘાતી અને અઘાતી કર્મના ક્ષયવાળા આત્માને જ પરમાત્મા’ કહેવા. પાણી ભરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org