Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
આંટા મારવા લાગ્યો. આણી તરફ મલેક મુબારક આવ્યો, તે પ્રથમ ઝનાનખાનામાં ગયો, ત્યાં અયન્નિસા સાથે વાત કરતાં માલમ પડ્યું કે, ઉમરાવ ઉલ કામુદૌલા આવેલ છે. તેની મુલાકાત લેવાને માટે તે જનાનખાનાની બહાર નીકળવા જવાની તૈયારી કરવા લાગે, પણ એટલામાં સામેના દ્વારમાંથી જેમ શ્યામ મેઘમાલામાંથી દામિની ચમકી ઉઠે, તે પ્રમાણે એક રમણરન અંદર પ્રવેશ્ય.
અહા! શું તેનું અપૂર્વ સૌન્દર્ય હતું? જેમ શરદજલભરા નદીનું વારિસ્વછંદ વિચરે, તેમ તેના શરીર પરથી યૌવન રેલાતું હતું. તે રમણની શરીર કાઠી નહિ અતિ ઉંચ તેમ નહિ અતિ નીચ; તેનું શરીર સ્કૂલ નહતું તેમ છેક કૃશ પણ નહતું. “સડ પાતળ, શાઑનિબાત' જેવી તે દીસતી હતી. તેમના શરીરનું પ્રત્યેક અવયવ સૌન્દર્યપૂર્ણ હતું અને બીજા અવયવની શોભામાં વધારે કરતું હતું. તેના માથાના કેશ શ્યામ હતા. તેને ભાલપ્રદેશ વિસ્તીર્ણ, ભુટી ઘણું સુવર્ક અને કૃષ્ણ વર્ણની હતી. તેનાં નેત્ર નક્ષત્રની માફક ચમકતાં હતાં અને તેની નાસિકા સરળ, તેને કલપ્રદેશ ગુલે અનારને લજાવે તેવો હતો. તેના હેઠ લાલ પ્રવાસમ હતા અને દાંત મેતીની સર સમાન શુભ હતા. લલિત મૃણાલ દંડસમાન કેમલ બાહુ, ચંપક કલિ સમાન નાજુક અંગુલિયે, શુદ્ર કટિ, ઉન્નત નિતંબ, રક્તિમ પગની પાની હતી. તે રમણએ આછા પરંતુ શરીરના સ્વાભાવિક સૌદર્યમાં વધારે કરે તે પોશાક અને અલંકાર ધારણ કર્યા હતા. શરીરપર કાળું જરિયન ઓઢણું એાઢયું હતું. મેઘથી વેષ્ટિત ચંદ્રિકાશમાન તેનું મને હર મુખ ભાસતું હતું. મુક્તાસેરથી વેષ્ટિત કેશદામ હતા; તેને વેણુબંધ નિતંબ સાથે ક્રીડા કરતું હતું. નાકમાં વેશર અને કંઠમાં મેતીની માળા હતી. નાજુક ઈજરબંધ પર પગમાં રોંગ ઘુઘરીને મધુર ઝંકાર થતો હતો.
આ સ્ત્રીને દેખાવ એ મેહક હતું કે, જાણે જાતની હરનું ગુમાન ઉતારવા ઈશ્વરે તેને નિર્માણ કરી હેય, એમ ભાસતું હતું. તેના વિસ્તીર્ણ ભાલપ્રદેશ અને મસ્તકના આકાર૫રથી આ રમણમાં વિલક્ષણ બુદ્ધિમત્તા જણાતી હતી. તેની મદિલી આંખેપરથી તે સેહેજ અભિમાની અને સ્થિર દુષ્ટિ પરથી તેના મનનું નિગ્રહપણું વ્યક્ત થતું હતું. તેની પ્રફુલ્લ મુદ્રા તેના ઉદાર અંતઃકરણની અને ઉત્સવપ્રિય સ્વભાવની સાક્ષ આપતાં હતાં.
મલિક મુબારક ચિત્રવત પુતળાની માફક સતૃણું નયને આ સ્વપસન્દર્યનું પાન કરી રહ્યો. તેણે બાંદીઓને મોંહે આ રમણરનના પરાશિની પ્રશંસા સાંભળી હતી. પણ આજ તેને જોતાં જ પલભર દેહશુદ્ધિ વિસરી ગયો.
ખયરુન્નિસા ઉઠી સામે લેવા ગઈ અને બોલી - આવે, બેહેન ! આજ તમે અહીં? તબિયત તો ઠીંક છેને?” જી ખુદાની મહેર છે. આપ કેમ છે ?” “ઠીક, આજ કંઈ એકાએક અહીં ?”
હા, શું અબ્બાજાને અહીં તશરીફ ફરમાવી નથી?” “નહિ, બીસાહિબા! તેઓ અહીં આવ્યા નથી,” મલિક મુબારક બેલી ઉઠયો. “મેં સાંભળ્યું હતું કે, તેઓ અહીં આવવા નીકળ્યા હતા, અને તેઓ ઘોડા * શાખડાળી, પલ્લવ, નિબાતશેરડી એટલે કૃષાંગી અને રસિક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com