Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ફરી મેળાપ
મુદતે પાછો ફર્યો નહિ. આ તકને લાભ લઈ તે અત્યારે વરંગુલ આવી હતી. આ કામમાં કાસિમ બરિદને હાથ હતો. સુલ્તાન કુતુબ-ઉલ-મુલ્ક હમદાની ગેલડા અને વરંગુલને હાકેમ હતો. આ સત્તા પરથી તેને ઉખેડવા કાસિમ ખરિદના કાવાદાવા ચાલુ હતા અને તેને માટે તેણે મલેક મુબારકને વરંગુલ રાખ્યો હતા. તેના પર અંકુશ રાખવા માટે ખયરુન્નિસાને સાથે લપટાવી ત્યાં રાખી હતી.
આપે શી રીતે જાણ્યું કે, તેઓ જન્નતશીન થયા છે ?” તે રમણુએ ડીવાર રહી પૂછયું.
“ “શી રીતે ? તેમના મરણની બાતમી સારા શહેરમાં ફેલાઈ છે. ઉમરાવને ગુલામ કાદર બિરમાં પાછો ફર્યો હતો અને તે આ સમાચાર લાવ્યો હતો.”
વા, હજરત ! જે આપને આ બાબતની ખબર હતી, તે પછી એમ શા માટે પૂછ્યું કે, અહીં હું મારા સ્વામી સાથે છું?”
એટલા માટે કે આપ એલાં અહીં હૈ, એ સંભવિત નથી.” - “હુજીનેવાલા! હું અહીં એકલી નથી; મારી સાથે મારી બાલાજન અહીં છે. હું અહીં તેમને મળવા આવી છું.”
આપ ખાલાજનને મળવા આવ્યાં હશે, એ બનવા જોગ છે. આપ કામ વિના આવે, એ કઈ દહાડે બને ખરું?
કેમ? એ ન બને એનું કારણ?”
“કારણ, આપને સ્વભાવ. આપ કંઈ હેતુ વગર એક ડગલું આગળ વધે એમ નથી.”
“બરાબર કહ્યું પણ હજરત ! આપ કયાં સુધી આમ દિવસે કહાડવાના? શું આપ સદા આમ ફર્યા જ કરવાના છે?”
“મુક્કદરમાં શું લખ્યું છે, તેની કેને ખબર છે?”
તે શું આપને શાદી કરવા વિચાર નથી ?” “સિપહ અને શાદી ?” “કેમ, સિપહાલાર વાર મુહબત કરી શક્તા નથી ?
કરે, પણ જેને મેદાને જંગમાં ધુમવાનું છે, જેને તરવાર એ જ સાથી છે, જેને જમીન એજ બિસ્તર છે, તેની સાથે પ્યાર કરી કોઈ શું સુખ મેળવી શકે ?”
“જે એમ જ હેત તે દુનિયાના બહાદુર વિરે, વિજય મેળવનારા લગ્ન કરત જ નહિ. શું દિલેરના દિલમાં પેરને વાસ નથી હેતે ?”
યાર ! ઇક! આ દુનિયામાં આબેહયાત છે. તે મરેલા હૃદયને સજીવન કરે છે, તે સુકાયેલા જીવાપી વૃક્ષને ફુલાવે છે. ઇક આ મરભૂમિમાં હરિયાળી નેત્રતૃપ્તિનું સ્થાન છે. જે પ્રેમ ન હોય તે આ દુનિયા વેરાન છે.”
હજૂરઆપ આ ઇશ્કના પાઠ કયાં શિખ્યા ?” “બસાહિબા? ઇશ્કની મતબમાં આપે જ શિખવ્યા હતા.” “હું ઈચ્છું છું કે, મેં વધારે સારી રીતે પ્રેમના પાઠ પઢાવ્યા હતા.”
“મને પણ એમ જ લાગે છે કે, આપે મને શિખવવા જરા વધારે મહેનત લીધી હેત.”
હજી કયાં વખત વહી ગયો છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com