Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 15
________________ રૌનક મહેલની રાજખટપટ “શી” કામુદૌલાએ ઔસુજ્યથી પુછ્યું. તલાકનામું,” તે રમણુએ જવાબ આપ્યો. તેની કઈ ગરજ નથી.” “કેમ?” આશ્ચર્યચક્તિ ચહેરે ખયરૂરિસાએ પૂછયું. “માફ કરજે, બાનુ સાહિબા ! આપના શૌહર બહેનતનશીન થયાની વાત ફેલાઈ છે!” તે રમણું ચિત્રવત્ પૂતળાની માફક સ્તબ્ધ બની ઉભી રહી. બીજી જ પળે તેની આંખમાં વિદ્યત્તેજ ચમકવા લાગ્યું. તે શાંતપણે ઈઝામુદૌલાની સામું ટગરટગર જોઈ રહી. “આહ ! જે તે બે અઠવાડિયાં મરચામાં રહ્યો હેત તો તે કદાચ તે માણસની સાથે લગ્નગાંઠમાં જોડાઈ હેત. પણ યુદ્ધના પ્રસંગે તેને મીરચ છેડી જવાની જરૂર પડી. પણ અત્યારે તે ફરીથી ધારે તે તેની સાથે પ્રણયસંબંધમાં જોડાવા મુક્ત હતી, પરંતુ તેમ કરવું કે નહિ એ તેને વિચારને પ્રશ્ન હતો. અમે જે સમયની વાત લખીએ છીએ તે સમય દખ્ખણના ઈતિહાસમાં ઘણે જ મહત્વને હતે. બ્રાહ્મણ વંશને સુલ્તાન મહમદ બીજે અયશ અને મોજમજાહમાં એ તે મશગુલ રહેતો હતો કે, તે રાજકાર્યની બાબત પર બિલ્ડલ લક્ષ આપો નહિ. ઉમરા મરજીમાં આવે તેમ વર્તતા હતા. આજ એક પક્ષ તે કાલ બીજો પક્ષ શાહની મરજી સંપાદી, પિતાનું કામ કાઢી લેતો હતે. આ મંત્રીઓની ખટપટ રાજમહેલના અંતર્ભાગ સુધી પહોંચતી અને ખુદ રાજમહેલમાં મારામારીના પ્રસંગ બની આવતા હતા. જે મંત્રીએ પિતાની બાજ ખેલતા હતા, તેમાં કાસિમ અરિદ મુખ્ય હતો. તે પિતાની સહાયમાં હશિયાર માણસે રાખતા હતા. તેઓ પ્રકટપણે સામા પક્ષમાં મળી જઈ તેને સઘળી હકીકતથી વાકેફગાર કરતા હતા. આવા માણસેને ઉપદે ચઢાવી, કેટલીક વાર પિતાની સત્તા જમાવી રાખતો હતો. આ ઉપરાંત તેની બીજી યુક્તિ એ હતી કે, કેટલીક બાંદીએ દ્વારા જુદે જુદે સ્થળેથી તે ખરી હકીક્ત મેળવી લેતા હતા, અને કેટલાકને તે પિતાના પક્ષના માણસેમાં ભિળવી કામ કાઢી લેતા હતા. ખયન્નિસાની માં અસ્સલ કયા દેશની વતની હતી તે કોઈ જાણતું નહતું; પણ તે આ દેશની વતની ન હતી. તેને કોઈ મહારના મૂકથી લઈ આવ્યું હતું. બિદુર આવતાંની વાર જે માણસની સાથે તે આવી હતી, તેને ભાગ્યોદય થતાં વાર લાગી નહિ. તે કાસિમ ખરિદના પક્ષની અનુયાયી બની અને પોતે ઉચ્ચ કુળની ન લેવાથી તેની સાથે કાવાદાવામાં ભાગ લેવા લાગી. તેને એક દિકરી હતી, તે ઍપલાવણ્યમાં અનન્ય હતી અને એની ખ્યાતિ સારા બિદુરમાં પ્રસરી હતી. તેના લગ્નના અનેક ઉમેદવાર હતા, પરંતુ કસિમ ખરિદના કહેવાથી, તેની માના આગ્રહથી તે ઉમરાવ ઉલ નાસિરખાં સાથે પ્રણયમાં બદ્ધ થઈ. બન્નેની વય અસમાન હતી અને તેમનું લગ્ન સતિષજનક નીવડ્યું નહિ. ખયરુન્નિસા, આગળ કહ્યું તેમ, મહત્વાકાંક્ષી હતી. તે રાજ્યની ખટપટમાં ભાગ લેતી હતી અને સ્વતંત્ર સલ્તનતના માલેકની બેગમ થવા ઇંતેજાર હતી. આ હેતુ સાધવાને માટે તે ગમે તે ઉપાય અજમાવવા પ્રસ્તુત હતી. તેને સ્વામી રાજ્યની સીમાના બખેડા માટે તપાસ કરવા ગયો હતો ત્યાંથી તે ઘણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 220