Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 17
________________ રૌનક મહેલની રાજખટપટ જી, હવે મને એ પાઠ ભણવાની ઈચ્છા નથી. “એમ કેમ?” આશ્ચર્ય પામી તેણે પૂછ્યું. “કારણ કે આપના દિલ પર અખિયાર હવે કઈ બીજે જ મેળવશે, એમ લાગે છે.” જયારે ઇકામ ! આપ વિસરી જાઓ છે કે, એક વખતે હું આપના દિદારની પ્યાસી હતી.” એ જમાને ગયે.” “તે શું જમાનાની સાથે મુરાદ પણ ચાલી ગઈ ? “છે.” “તે શું આપના દિલમાં મારે માટે પ્યાર નથીઈકામ ઈકામ હું આપનાપર નિસાર કરતી હતી, એ શું યાદ છે?” “બાનુ સાહિબા! યાદ આપી જખમી જીગરના રુઝાયેલા ઘાને તાજા કરવામાં શો લાભ છે? આપની એ ફિદાગીરી ઉમરાવ ઉલ નાસિરખાંપર ઉતરી આપે તેની સાથે શાદી કરી, આ અદના સિપહાલારને માર્ગમાંથી દૂર કર્યો.” તે શું હું આપને વિસરી ગઈ છું, એમ લાગે છે. ?” “ના, આ દુનિયામાં વિસરવાની ખાલી વાત છે. પણ બીસાહિબા ! કઈ મારાથી વધારે લાયક આપને તાલિબે દિદાર છે. એ આપની હશેહવશ બર આણશે; કદાચ સલ્તનતને હાકેમ બની આપને વૈભવના સાગરમાં રેલાવશે. હું આજ અહીં છું, કાલ ક્યાં હોઈશ? બેચાર રેજમાં અહીંથી ચાલી જઈશ, આપના માર્ગમાંથી સદાને માટે દર થઈશ.” તે રમણીએ એક નિષ્કપે શ્વાસ નાંખે; તીવ્ર દષ્ટિથી તેની સામું જોઈ રહી. જેમ કે મનુષ્ય સામાના મનમાં ઉંડા ઉતરી તેના અંતરના ભાવ જાણુ માગે, તેમ તે ઇઝામુદૌલાના ચહેરા સા જોઇ, તેના ભાવ સમજવા યત્ન કરતી હતી. એટલામાં બારણુપર કેઈએ આઘાત કર્યો. ઝટ સાવધાન થઈ તેણે બારણું ખોલ્યું. ચાંદ અંદર દાખલ થઇ, નીચે પડી, ધીમેથી બેલી – “બાનુ સાહિબા! હજરતની સ્વારી આવી પહોંચી છે,” એટલું કહી ચાલી ગઈ “હજરત મલેક મુબારક આવી પહોંચ્યા ?” ઇકામે પુછયું. તે હું હાલ તુરત 9 પડું છું” એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. ખયરુન્નિસા પણ પિતાના ખંડમાં ચાલી જવા નીકળી. પ્રકરણ ૨ નું કપટીને કુંદ ઇમામુદૌલા પિતાને માટે નિયત કરેલી એરટીમાં ગયા. ત્યાં જઈ તેણે પિતાના સામાનમાંથી એક નાની પિોટલી કાઢી તેમાં કેટલાક કાગળનાં બંડલ હતાં, તેમાંથી એક મેહેરબંધ જરીયન લિફાફા લીધે આયનામાં એક વાર દષ્ટિપાત કરી પિતાના માથાપરને પાગ અને શરીર પરના વસ્ત્રને ઠીકઠાક કર્યો. તે તે લિફાફે હાથમાં લઈ મલેક મુબારકને મળવાની રાહ જોતે પોતાના ખંડમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 220