________________
વિભાગ - ૧ ૧. આચારાંગ સૂત્ર (ભાષાંતર) ભા - ૨ જૈન ધર્મના દાર્શનિક વારસાનો આધારભૂત અને શ્રુતજ્ઞાન સાગર સમાન આગમ ગ્રંથો છે. આગમ ગ્રંથોમાં સૌ પ્રથમ અગિયાર અંગ છે તેમાં આચારાંગ સૂત્રનો પ્રથમ નંબર છે. આચાર એ જ પરમ ધર્મ છે તે દ્રષ્ટિએ તેમાં સાધુ-સાધ્વીના આચારની સાથે કર્મવાદ-જીવ-અજીવસમકિત સંસાર કરવાનો ઉપાય, ચારકથાનુયોગ સ્વરૂપ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. તેમાં મૂળ સૂત્રની સાથે ભાષાંતર અને પ્રશ્ન-ઉત્તર, શંકાસમાધાનનો સમાવેશ થાય છે તે દ્રષ્ટિએ આગમયુગના પ્રશ્નોનો અત્રે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રશ્નો મોટા ભાગે માહિતી પ્રધાન અને તાત્વિક વિચારોને સ્પર્શે છે. નમૂનારૂપે કેટલાક પ્રશ્નો નીચે પ્રમાણે છે. ૧ પ્રશ્ન કષાય લોકથી જ દૂર રહ્યો તે જ સંસારથી મુકાય છે કે બીજા
કોઈ પાપના હેતુઓ છે કે જે દૂર કરવાથી મોક્ષ મળે છે? ઉત્તર કામ એટલે સંસારી વિષયની જે ખોટી બુદ્ધિ છે તે પણ
નિવારણ કરવાથી જ મોક્ષ મળે છે.
જો શબ્દાદિ વિષયો કષાય છે તો તેનાથી સંસાર કેવી રીતે છે? ઉત્તર કારણ કે કર્મ સ્થિતિનું મૂળ કષાય છે અને કર્મ સ્થિતિ સંસારનું
મૂળ છે. સંસારીને અવશ્ય કષાય હોય છે. जह सव्व पायवाणं मूमीए पईट्ठियाईं मूलाई । इय कम्म पायवाणं संसार पईडिया मूलो ।।१०७।। જેમ સર્વ ઝાડોનાં મુળો પૃથ્વીમાં રહેલા છે તે જ પ્રમાણે કર્મરૂપ
વૃક્ષના કષાયરૂપે મૂળો સંસારમાં રહેલા છે. ૩ પ્રશ્ન અસંખ્યાતની સંખ્યા કેટલી છે?
૧૭)
૨ પ્રશ્ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org