________________
છે, તેમના શિષ્ય જંબૂ સ્વામી આદિને અનંતરાગમ છે અને તેમના શિષ્ય શ્રી પ્રભવસ્વામી શ્રી શય્યભવ સ્વામી આદિને આ સૂત્ર પરંપરાગમ છે.
અથથી અનુક્રમે શ્રી તીર્થકર ભગવંતને આત્માગમ, શ્રી ગણધરને અનંતરાગમ અને શેષ શ્રી જંબુસ્વામી આદિને પરંપરાગમ છે કારણ કે અર્થના પ્રથમ પ્રકાશક શ્રી તીર્થકર ભગવંતે છે.
ગમ ગતિ એટલે જવું. આગમ એટલે પાછા ફરવું. પાછા ક્યાં ફરવું ? તે કે આત્મામાં.
આમ “આગમ” શબ્દ આત્માને એના પિતાના ઘરમાં પાછા ફરીને સ્થિર બનવાનું ગર્ભિત સૂચન કરે છે. | સર્વ આગમમાં કેન્દ્રવતી આત્મા છે. તે હકીકત આ અર્થ પ્રકાશનું સમર્થન કરે છે.
આ હકીકતનું મૂળ કારણ એ છે કે સર્વ શ્રી તીર્થકર પરમાત્માઓને સર્વ જી પ્રિયતમ હોય છે. માટે તેઓશ્રી જીવ માત્રના પ્રિયતમ છે.
તેમ છતાં કમગ્રસ્ત જે જીને શ્રી તીર્થંકર પરમાત્મા પ્રિયતમ નથી લાગતા, તે આત્માઓ પ્રત્યે પણ શ્રી તીર્થકર પરમાત્માને પરમ આત્મીયતા હોય છે.
માટે જીવ માત્રના હિતને ઉત્કૃષ્ટ ભાવ આપવાનું સ્પષ્ટ ફરમાન સર્વ આગામાં છે અને તે ફરમાનના જ એક ભાગરૂપે પ્રતિક્રમણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org