________________
૧૩
ધર્મ પૂર્ણ ચેતનવંતે છે એટલે તેની સમ્યફ પ્રકારે શરણાગતિ સ્વીકારવાથી આરાધકનો આત્મા નિયમા નિર્મળતા પામે છે. તેના અસંખ્ય પ્રદેશોમાં નીરક્ષીર ન્યાયે ભળીને રહેલાં કર્મો નામશેષ થવા માંડે છે.
શ્રી જિનવચનમાં નિઃસંદેહ બુદ્ધિવાળા આત્માને પ્રતિક્રમણમાં રહેલી પાપ દૂરીકરણ ક્ષમતામાં લવલેશ સંદેહ રહેતું નથી.
સ્વ ઘરમાં પાછા ફરવાનું કેને ન ગમે? પર ઘરની ગમે તેવી પ્રીત આખરે જીવને છોડવી જ પડે છે. એ શાસ્ત્રવચનમાં પૂર્ણ નિષ્ઠાવાળાને પ્રતિક્રમણમાં અપૂર્વ રસ પેદા
થાય છે.
સંધ્યા ટાણે પિતાના વાડામાં પાછા ફરતાં પશુઓગાય-ભેંસ વગેરેના પગ પણ જેરથી ઉપડે છે એ કેણ નથી જાણતું !
તે પછી આત્માથીને આત્મઘરમાં પાછા ફરવાના ધન્ય અવસરરૂપ પ્રતિકમણમાં અપૂર્વ ઉમંગ આવે તે સ્વાભાવિક છે.
પાપાનુકૂળ જીવન વ્યવહાર સારે કે ધર્માનુકૂળ જીવનવ્યવહાર સારે ?
આ પ્રશ્નનો જવાબ પ્રત્યેક વિવેકી આત્મા એ આપશે કે ધર્માનુકૂળ જીવન વ્યવહાર સારે.
એટલે પાપના પ્રતિપક્ષી તરીકેના પવિત્ર જીવનનું સંગીન પ્રકારે ઘડતર કરવાની શુભ ભાવનાવાળા આત્માઓ પ્રતિક્રમણ કરવામાં પ્રમાદ નથી સેવતા, કદાચ કઈ ખાસ કારણસર પ્રતિકમણ ન કરી શકે ત્યારે પણ પ્રતિક્રમણ કરવું જ જોઈએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org