________________
એટલે આપણે ત્યાં પ્રત્યેક ધર્માનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું શાસ્ત્રકાર મહર્ષિએનું ફરમાન છે.
વિધિ” પદાર્થ, સંવિધાન જન્ય છે. સંવિધાન એટલે બંધારણ
જયવંત શ્રી જિન શાસનના સંવિધાનના પ્રકાશક સ્વયં શ્રી જિનેશ્વર પરમાત્મા છે એટલે તેને વિવિધ વફાદાર રહેવું તે સઘળા ધર્મારાધકોની ફરજ છે.
એટલે વિધિનું બહુમાન કરવું એ સ્વયં શ્રી જિનરાજનું
બહુમાન છે.
“બહ-માન' શબ્દનો ભાવાર્થ એ છે કે સમગ્ર મન તે-તે ધમક્રિયામાં પરોવી દેવું.
સમગ્ર મન પ્રતિકમણની ક્રિયામાં પરોવવું હોય તો તેને ચોખ્ખું તેમજ એકાગ્ર બનાવવું પડે.
જે રીતે અણિયાળ તેમજ ચોખ્ખો દોરો સોયમાં પરોવી શકાય છે, તે જ રીતે એકાગ્ર તેમજ રાગદ્વેષ રહિત મન પ્રતિકમણમાં પરોવી રાકાય છે.
સોયમાં નહિ પરોવાયેલ દોરો વસ્ત્રને સાંધવામાં સફળ નથી થતે એટલું જ નહિ, પણ તે સોય પણ હેતુસાધક નથી નીવડતી. તે જ રીતે બહાર ભટકતું મન આત્માની માત્રા કુસેવામાં પરિણમે છે.
આંખની કીકી જેટલી મૂલ્યવાન વિધિનું જતન કરવાથી સમ્યક્ત્વરૂપી રનનું જતન આપોઆપ થાય છે.
આ વિધિમાં ભવરાગને વીંધવાની અમાપ શક્તિ છે. જે કેઈએમ કહેતું હોય કે ધર્મ કરણીમાં વિધિની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org