________________
તેને હૈયામાંથી દૂર કરવાના આશયપૂર્વક આ બોલ આપણે બેલીએ છીએ. અને આ ત્રણ શલ્ય મુખ્યત્વે હૈયે ભેંકાય છે એટલે ત્યાં મુહપત્તિ વડે પ્રમાજના કરીને આ બોલ બલવાનું વિધાન છે.
માયાશલ્યથી લક્ષ્મણે સાધ્વીએ, નિયાણશલ્યથી બ્રહ્મદત્ત ચક્રવતીએ અને મિથ્યાત્વશલ્યથી કમલપ્રભ નામના આચાર્ય દેવે સંસાર વધારી દીધાનાં દષ્ટાન્તો સુપ્રસિદ્ધ છે.
આજથી અનંતી ચોવીસી પહેલાં ધમ્મસિરિ નામના ચોવીસમાં તીર્થંકર પરમાત્મા હતા. તેઓશ્રીનાં શાસનમાં કમલપ્રભ નામના મહાન આચાર્ય હતા, આ આચાર્યદેવ જિનશાસનના આચાર-વિચાર અને ઉપદેશાદિમાં અજોડ હતા. તેઓને ૫૦૦ શિષ્યો હતા. આ આચાર્યદેવ એવા ભાવમાં રમતા હતા કે–તેઓ એક જ ભવમાં મોક્ષગામી થાય.
તે સમયે ચૈત્યવાસી સાધુ ચૈત્યની અંદર રહીને સાવદ્યકર્મ કરતા હતા. પરંતુ આ આચાર્યદેવ તે તેઓની સામે નિર્ભયપણે શુદ્ધ ઉપદેશ આપતા હતા.
એકવાર આચાર્યદેવે ચૈત્યવાસી સાધુને સમજાવવા ઘણી મહેનત કરી તેથી ચૈત્યવાસી સાધુઓ આચાર્ય મહારાજને બદનામ કરવાની તક શોધવા માંડ્યા.
તેવામાં એક સાધ્વીજીએ ભક્તિના આવેશમાં આચાર્ય દેવના ચરણને સ્પર્શ કર્યો. ચૈત્યવાસી સાધુઓએ આ જોયું. એટલે ભેગા મળીને અગાઉ તેમનું નામ “સાવઘાચાર્ય પાડયું હતું, તેને ટેકો મળે. પરિણામે આચાર્યદેવને ઐયવાસી વગેવવા માંડ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org