Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૦ પણ અનુમોદના કરવાનું વિધાન જેનશાસ્ત્રોમાં છે એટલે તેને તે ગુણને કૃતજ્ઞભાવે માથે ચઢાવવામાં નાનમ કે લાઘવતા નથી પણ વિવેકપૂર્ણ વિનમ્રતા છે. - શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતા સાધુઓને મેક્ષમાર્ગની આરાધનામાં અંતરાયભૂત ન નીવડવારૂપે સહાય કરે યા અંતરાય નિવારવારૂપ સહાય કરે તે માટે તેમની સ્તુતિ બોલવામાં આવે છે. –તે પ્રશ્ન એ થશે કે સાધુજીને આવી સહાયની જરૂર ખરી ? છદ્મસ્થાવસ્થામાં રહેલા સાધકને આવી સહાય એટલા માટે જરૂરી છે કે તેના વડે તે મેક્ષમાર્ગમાં આગળ વધી શકે, સમર્થ પ્રવાસીને પણ ભેમિયાની સહાય લેવી પડે છે, ભલે પછી એ ભેમિયો ગુણમાં એ પ્રવાસી કરતાં ઉતરતે હોય. અહીં મુખ્ય મુદ્દે ગુણસ્થાનકનો નથી, પણ મેક્ષમાર્ગની આરાધનાનો છે. અને તેમાં એક શ્રી તીર્થંકર પરમાત્મા સિવાય, સર્વ કક્ષાના ધમરાધકોને અન્ય કોઈની સહાય ન લેવાનો એકાંત આગ્રહ ગેરબંધારણીય છે. હા, તેમાં એટલી ચોકસાઈ અવશ્ય રાખવી જોઈએ કે-“હું શ્રુતદેવતા યા ક્ષેત્રદેવતાની સ્તુતિ ઐહિક કોઈ કામનાથી તે કરતા નથી ને?” - મેક્ષના પ્રણિધાનને વધુ સુદઢ બનાવવાના શુભાશયથી કરાતી આવી સ્તુતિ કરવાથી સમ્યકત્વને ડાઘ લાગે એવી જે માન્યતા કયાંક ક્યાંક પ્રવતે છે, તે “જકારાત્મક હેવાથી અનેકાન્ત મતિવંત મહાપુરુષેએ આવકારી નથી. આપણે જાણીએ છીએ કે એક કિશોર પણ પત્થરના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154