________________
૧૪૨
પાપ વડે કલંકિત કરવામાં કયું ડહાપણ છે?
ઉપલક સ્વચ્છતાનો આગ્રહ રાખીને આપણે આત્માનેઆત્મશુદ્ધિને, આત્માના ગુણેને શી રીતે અપનાવી શકીશું?
છાપા, રેડિઓ, ટી.વી., સીનેમા, આપવડાઈ, પરનિંદા, રસકથા, સ્ત્રીકથા વગેરેને આપવા માટે પૂરતો સમય આપણું પાસે છે, તે પછી શું જિનેક્ત ધર્મને આપવા માટે આપણી પાસે સમય નથી?
સમજાતું નથી કે કેવા વિષચક્રમાં આપણે અટવાયા છીએ ?
જેને જીવનમાં અગ્રીમતા આપવી જોઈએ, તેને જ નંબર છેલ્લો! અને જેનો ત્યાગ કરવો જોઈએ તેને માથે ચઢાવીએ?
કહો! પાપ કરવા જેવું ખરૂં? જે, ના તે કબુલવું પડશે કે ધર્મ અવશ્યક કરવા જેવો છે. તે કબૂલાત પછી પ્રતિક્રમણુદિ ન કરીએ તે આપણી કબૂલાત એક માયાચાર ઠરે.
પાપથી પાછા પડવામાં જ સાચું શૂરાતન છે. પાપને પ્રણામ કરવા તે તે નાશીરૂપ નિર્માલ્યતા છે, નામદાઈ છે.
ક્યાં ઘરનું વાતાવરણ અને ક્યાં ઉપાશ્રયનું વાતાવરણ. બંને વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. તેમ છતાં ઉપાશ્રયમાં જવાનો ઉત્સાહ ન જાગે તે માનવું પડે કે, મારો જીવ પણ વિષ્ટાના કીડા જેવો છે. કે જેને ચોકખું પાણી નથી ગમતું.
ઉત્તમ ક્ષેત્રનું આત્મોપકારી મહત્ત્વ સમજીને પણ ઉપાશ્રયે જવાની રૂચિ દઢ બનાવી દઈશું તો ઘર, દુકાન કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org