________________
સામાયિકની સમય મર્યાદા ૪૮ મિનિટની રાખી છે.
સર્વવિરતિધર ભગવંતોને જીવનભરનું સામાયિક હોય છે, એટલે તેઓ સાંસારિક પ્રવૃત્તિઓમાં સીધે કે આડકતરે ભાગ લેતા નથી.
સામાયિકના શાક્ત મુખ્ય પ્રકાર ચાર છે.
(૧) સમ્યકત્વ સામાયિક. (૨) શ્રુત-સામાયિક. (૩) દેશવિરતિ સામાયિક. (૪) સર્વવિરતિ સામાયિક.
સામાયિક લઈને વ્યાખ્યાનાદિ ધર્મ-શ્રવણમાં જીવ રાખવાથી શ્રુત સામાયિક પળાય છે.
સામાયિકના અમાપ સામર્થ્યને વર્ણવતાં પૂ. શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે
નાગી કાઢ લે, તાડ લે દુશ્મન,
લાગે કાચી દેય ઘડી રે..” ભાવાર્થ-હે આત્મન ! નાગી (સમ્યજ્ઞાનરૂપી તલવાર) બેમ્યાન કરીને વિભાવ દશારૂપી તારા દુશ્મનને જડબેસલાક માર, મારે, તે માત્ર બે ઘડીનું તારૂં સામાયિક પણ અમેઘ સમતાપ્રદ નીવડશે. - સ્વદશામાં એક ક્ષણની પણ સ્થિરતા વિપુલ કર્મરાશિને ભસ્મ કરે છે. તે માટે પૂર્વે કરેલાં પાપને નિભ પશ્ચાત્તાપ..અનિવાર્ય છે.
પરનિંદા કર્યાના પાપની ગહ અને ભવિષ્યમાં તે પાપના કાંટાળા માગે ન જવાની પ્રતિજ્ઞા, આટલું જે આપણે રોજીંદા જીવનમાં પાળતા થઈએ તે આત્મશુદ્ધિ જરૂર વેગવંતી બને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org