________________
૧૨
તીર્થક્ષે કૃતં પ૬ વચ્ચે રિત્તિ” એવો જે શાસ્ત્ર પાઠ છે, તેનું રહસ્ય સમજવાથી ઉક્ત વિધાન બરાબર યુક્તિસંગત, ન્યાયસંગત કરે છે. - ઘરમાં કે બજારમાં ગૃહસ્થ કઠોર વચન યા અસત્ય બોલે તે પણ જે ઉચિત ન ગણાય તે પછી સામાયિકમાં તે અસત્ય બેલે તે અચૂક ભારેકમી, પાપાસત ગણાય, તેમાં શક નથી.
સરિતાના જળમાં ઊભેલે માણસ જળસ્નાન કરે કે શરીર પર રેતી ચળે! તેમ સામાયિકમાં રહેલો આરાધક સત્યને પેખે કે અસત્યની આરતી ઉતારે ? - તાત્વિક આ પ્રશ્ન પર જેટલો ઊંડો વિચાર કરીશું, તેટલો વધુ ધર્મલાભ પામી શકીશ.
(૨) સામાયિકમાં “ હુંકાર કરવાથી, અહંવાળી વાણી બલવાથી ભવાંતરમાં હલકા કુળમાં જન્મ લેવો પડે છે.
(૩) સામાયિકમાં લવારે કરવાથી બીજા ભવમાં મૂંગા બનાય છે.
(૪) સામાયિકમાં પાપને આદેશ આપવાથી, બીજા ભવમાં યાચકને ઘેર જન્મીને ભીખ માંગવી પડે છે.
(૫) સામાયિકમાં કલહ કરવાથી બીજા ભવમાં લગભગ બધા કજીઆળા મળે છે.
. (૬) સામાયિકમાં “આવે, બેસે, “જાવ” કહેવાથી બીજા ભવમાં કઈ “આવો” “પધારે, “” કહેનાર મળતું નથી.
(૭) સામાયિકમાં ગાળ દેવાથી બીજા ભવમાં મેંમાં સતત દુગધ રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org