________________
૧૩૨
સીનેમારસિક જીવ ભરબપોરે સીનેમાની ટિકિટ લેવાની લાંબી હરોળમાં કલાક સુધી ઉભો રહી શકે છે. પણ કંટાળતું નથી કે થાકતું નથી.
| ક્રિકેટરસિય જીવ ક્રિકેટની મેચની કોમેન્ટ્રી સાંભળવામાં ભેજન લેવાનું પણ ભૂલી જાય છે.
- ધનલેલુપ જવ, ઘરાકની પ્રતીક્ષામાં કલાકો બરબાદ કરવા છતાં કંટાળતું નથી.
તો પછી આત્માને શુદ્ધ કરવાના મંત્રતુલ્ય સૂત્રો ભણતાં સાંભળતાં, જેમાં માંડ એક, બે કલાક ગાળવા પડે તે પ્રતિક્રમણ ધર્મરસિક જીવને તો લાંબુ અને કંટાળાજનક ન જ લાગે. પણ ટૂંકું અને પ્રમેદવર્ધક જ લાગે.
મૂળ સવાલ રસ જાગવાનો છે. બધે ભાવ-રસ સાંસારિક સુખને આપી દેનારને પ્રતિક્રમણ આદિ ઉત્તમ ધમનુષ્ઠાનોમાં ભાવ ન જાગે કે રસ ન પડે તેમાં દોષ કેને?
ઉભય સંધ્યાએ વિધિ-બહુમાનપૂર્વક કરાતા પ્રતિક્રમણનું આગવું આધ્યાત્મિક મૂલ્ય છે તે ભૂલવું ન જોઈએ.
સંધ્યાકાળ એટલે આવતા અને જતા સમયનો સંગમકાળ. આ કાળને અનંત-જ્ઞાનીઓએ ધર્મની આરાધના માટે શ્રેષ્ઠ કાળ કહ્યો છે. કારણ કે તે આરાધકને આરાધનામાં શેષકાળ જેટલો સહાયક થાય છે તેના કરતાં આ કાળ બાવીસ ગુણે અધિક સહાયક થાય છે. માટે એક રૂચિમતિવાળા બે જણને બાવીસ બરાબર ગણ્યા છે.
એટલે પ્રતિકમણની ક્રિયાને ટૂંકી કરવાની વાત, જે આત્માને પિતાનો સંસાર લંબાવ હોય તેને જ ગ્રાહ્ય લાગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org