________________
૧૩૧
પકડમાં લે છે.
પ્રશ્ન-૩ઃ પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની શી જરૂર?
જવાબ-૩ઃ સમ્યકત્વ સામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકએમ ચાર પ્રકારનાં સામાયિક છે.
સમ્યકત્વ સામાયિક=મિથ્યાત્વ મળને અપગમ અને જિનવચનમાં અતૂટ શ્રદ્ધા.
શ્રુત સામાયિક=જિનેક્ત તત્ત્વનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેના દ્વારા પરિણમનો અવિપરીત બેધ.
“અવિપરીત બેધ”=શુદ્ધ આત્મ–સ્વભાવાનુકૂળ બેધ. દેશવિરતિ સામાયિક-પાપને આંશિક નિવૃત્તિરૂ૫
પુરુષાર્થ
સર્વવિરતિ સામાયિક પાપથી સર્વથા નિવૃત્ત થવાનો પુરુષાર્થ.
આ ચારેય પ્રકારના સામાયિકથી રહિત થવું તે ઔદયિક ભાવ છે. અને ઔદયિક ભાવમાં પ્રતિક્રમણ થઈ શકતું નથી, માટે પ્રતિક્રમણમાં પ્રથમ સામાયિક લેવાની જરૂર છે.
પ્રતિક્રમણ એ સાધન છે અને સામાયિક એ સાધ્ય છે.
પ્રશ્ન–૪:-પ્રતિકમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાજનક લાગે છે, તે તેને ટૂંકી કરવાની કોઈ રીત છે? અથવા તે પ્રતિક્રમણના બદલે કોઈ સામાયિક–સ્વાધ્યાય કરે તે ચાલે?
જવાબ-૪? આ પ્રશ્ન સંસારસિક જીવોની ઉપજ છે. તેમ છતાં તેનો સંતોષકારક જવાબ નીચે મુજબ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org