________________
નાની–મેટી કઈ પણ આરાધનાની ક્રિયા-આરાધ્ય પરમાત્માની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદરભાવ વ્યક્ત કરવા માટે ઉભા-ઉભા કરવી જોઈએ. બેઠા-બેઠા કરવાથી તેને અનાદર થાય છે. કઈ પૂજ્ય મહાત્મા આંગણે પધારે છે, તે આપણે તરત ઊભા થઈ જઈ તેમને સત્કાર કરીએ છીએ, પણ બેઠા-બેઠા “પધારે” એમ નથી બેલતા.
માટે સામાયિક ઉભા-ઉભા લેવું જોઈએ. અને ઉભા રહેવા માટે તેમજ સામાયિકમાં બેસવું પડે ત્યારે, જીવોની રક્ષા માટે ચરવળે ખાસ જોઈએ.
કદાચ કટાસણું ન હોય તે ચાલે પણ ચરવળા વગર ન ચાલે, પરંતુ આજે સામાયિકમાં ચરવળે ગૌણ બને છે.
ઉપાશ્રયમાં આવીને સામાયિક કરતા ભાઈ–બહેને પૈકી કેઈક પાસે જ ચરવળ હોય છે. જ્યારે કટાસણું દરેક પાસે હેય છે. પણ સામાયિકમાં જેટલું મહત્વ કટાસણુનું છે તેના કરતાં ઘણું વધારે મહત્તવ ચરવળાનું છે.
જીવદયાનું પ્રણિધાન ટકાવવામાં ચરવળે એક અગત્યનું સાધન છે. માટે સામાયિક પ્રતિક્રમણદિ કરનારા પ્રત્યેક આરાધકે પાસે ચરવળ રાખવું જોઈએ.
“બેસણે સંદિસાહું” અને “બેસણે ઠાઉં” ના આદેશ પછી “સઝાય સંદિસાહું' “સઝાય કરૂં'નો આદેશ મંગાય છે. - સાવદ્યોગના પચ્ચક્ખાણનું યથાર્થ પાલન કરવા માટે સ્વાધ્યાય અનિવાર્ય છે.
સ્વાધ્યાય સિવાય સ્વભાવરમણતાની મંગલ કેડી પર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org