________________
જીવનું પ્રસ્થાન શક્ય નથી.
સ્વાધ્યાય એટલે સ્વ-અધ્યાય. સ્વ-અધ્યાય એટલે સ્વાભસ્વરૂપનું અધ્યયન કરવું તે.
પર પદાર્થોના અભ્યાસમાં ગમે તે નિપુણે માનવી, જ્યાં સુધી સ્વાત્મસ્વરૂપના અભ્યાસમાં નૈપુણ્યતા નથી કેળવતે, ત્યાં સુધી તે તત્વતઃ અણઘડ ગણાય છે. કેળવાયેલ નથી ગણાતે.
એટલે સ્વાધ્યાય કરવો તે એક પ્રકારનો તપ છે, એમ શાસ્ત્રો ફરમાવે છે.
સતત ઘર બહાર રહેતો માનવી રખડેલ કહેવાય છે. તેમ બહિર્ભાવમાં સતત રાચતે જીવ પણ ભટકેલ કહેવાય છે.
પોતાના ઘરમાં સ્થિર થવાથી માનવીના ગેની અસ્થિરતા અંકુશમાં આવે છે. તેમ સ્વાધ્યાય દ્વારા મનને આત્મામાં રમતું કરવાથી–તપ્રોત કરવાથી સામાયિક ભાવની સ્પર્શના થાય છે. શુદ્ધ સ્વાત્મભાવની આંશિક અનુભૂતિ થાય છે.
એટલે સામાયિક પૂવે, સામાયિકમાં, કે સામાયિક પછી પણ સ્વાધ્યાય ખૂબ જ જરૂરી છે.
સઘળાં આગમમાં આત્માના પૂર્ણ વિશુદ્ધ સ્વરૂપનું જયગાન છે. સ્વાધ્યાય પણ તેમાં જ સૂર પૂરાવે છે.
પરભાવ રમણતાએ આ આત્માને રંજાડવામાં કોઈ કચાશ રાખી નથી. એ મતલબના શાસ્ત્રવચનને માથે ચઢાવીને સામાયિકને સાવંત દીપાવવા માટે સ્વાધ્યાય રમણતા કેળવીને જ આપણે ભવ રણમાં ભટકવાના મિથ્યા વ્યોમેહથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org