________________
૧૦૬
પેાતે જાતે કરેલા પાપની આલેાચના કરતી વખતે આંખમાં આંસુ આવવાં જોઈએ, વદન ૫૨ વ્યથા અંકિત થવી જોઈએ, હૃદયમાં ભારોભાર પશ્ચાત્તાપ હોવો જોઈ એ. તે સમયે પંડ (Self) તરફ જરા પણ રાગ કે પક્ષપાત ન હોવો જોઈ એ.
ત્યાર પછીના એ વાંદણાં, અશ્રુદ્ધિએ આદિ સૂત્ર ગુરુ મહારાજ તરફ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા સ્વરૂપ છે. કૃતજ્ઞભાવ એટલા માટે વ્યક્ત કરવાના છે કે પાપનું એપરેશન કરવામાં તેએશ્રી કુશળ સર્જનનો ધમ દીપાવે છે.
"
પછી આયરિય ઉવજઝાએ' આવે છે. ચારિત્રાચારની વિશુદ્ધિ, કષાયની ઉપશાન્તિથી થાય છે. તે માટે પ્રથમ આચાય, ઉપાધ્યાય, સ્થવિરોને તેમજ સજીવોને ખમાવવા માટે આયરિય ઉવજઝાએ છે.
ત્યાર બાદ સમતાની વૃદ્ધિ માટે કરેમિ ભ ંતે સૂત્ર કહેવામાં આવે છે.
ચારિત્ર વિના જ્ઞાન પાંગલું છે, ચારિત્રાચારમાં લાગેલ દૂષણની શુદ્ધિ માટે પ્રથમ બે લેગસ્સના કાઉસ્સગ્ગ, જ્ઞાનનું સાફલ્ય દશનથી છે, માટે દેશનાચારના એક લેાગસ, પછી જ્ઞાનના એક લેગિન્સના કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
શ્રુતદેવતા તથા ક્ષેત્રદેવતા રત્નત્રયીની આરાધનામાં સહાયક અને છે. એ માટે એક એક નવકારને કાઉસગ્ગ કરી, ઉપર માંગલિક અર્થે શ્રીનવકાર કહી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org