________________
૧૧૩
એક ભાઈ “સામાઈ જત્તિ આવારા'ને બદલે સામાઈય ધોતિયાવારા બોલતા હતા, કહો! એક અક્ષરના ફેરથી પણ કેટલી બધી ગેરસમજ ઊભી થાય છે ?
બીજા એક ભાઈ “જય વીયરાય સૂત્રમાં ગુરુજન પૂઆ’ને બદલે ગોરઘન ફુઆ બોલતા હતા. આ બધું હાસ્યાસ્પદ તે લાગે જ છે. પણ તેનાથી સૂત્રની ઘોર આશાતના થાય છે તેનું શું ?
માટે પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ લેતા બાલક-બાલિકાએને શરૂથી જ શુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શિક્ષણ પણ અપાવું જોઈએ.
જીવનમાં આચારશુદ્ધિનું ખાસ મહત્વ છે, તેમ ધાર્મિક શિક્ષણમાં ઉચ્ચારશુદ્ધિનું પણ મહત્વ છે.
શ્રીનવકાર, પંચિંદિય, ઈરિયાવહી, તસ્મઉત્તરી, અન્નત્થ, લેગસ્સ વગેરે સૂત્રો મંત્ર સ્વરૂપ છે એટલે તેના ઉચ્ચારમાં થતી કાના–માત્રાની પણ ભૂલ જ્ઞાનાવરણીયાદ કર્મોના અપેક્ષિત ક્ષયે પશમમાં બાધક નીવડે છે. આ બધા સૂત્રોમાં હસ્ય, દીઘ તેમજ અનુસ્વારની પણ ભૂલ દોષરૂપ ગણાય છે.
બેંકના ખાતેદારની સહીમાં, સહીના મૂળ નમુના કરતાં સહેજ પણ ફેર હોય છે, તે તે ચેકનાં નાણું મળતાં નથી તેમ સૂત્રોચ્ચાર અશુદ્ધ હોય છે, તેનું શાક્ત ફળ મળતું નથી.
હવાઈ જહાજમાં નાનકડે એક સકું પણ એજીનીઅરની ભૂલથી સહેજ ઢીલ રહી જાય છે તો તેમાં પ્રવાસ કરનારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org