________________
૧૧૮
માટે સામાયિકમાં ખાવાને વિચાર કરવો ન જોઈએ, પણ સદંતર ત્યજવો જોઈ એ.
X
×
×
(૩) એક શેઠ સામાયિકમાં હતા. તે જ સમયે તેમના એક સેવકે આવીને કહ્યું બજારમાં મોટી વધઘટ છે, અત્યારેજ માલ વેચીએ તો મોટા નફો મળે, પછી શું થાય તે કહેવાય નહિ. એટલે ધનના અતિરાગી શેઠને સામાયિક તરફ દ્વેષ થયેા. તેમનું ચિત્ત ચગડોળે ચઢયું. ઉદ્વેગ પરાકાષ્ઠાએ પહોંચ્યા અને એ જ અધ્યવસાયમાં એકાએક મૃત્યુ પામ્યા અને કરોળિયાના જાળામાં જન્મ લીધા.
માટે સામાયિકમાં આ દ્વેષ-ઉદ્વેગ–દોષ ન જ કરવો જોઇએ.
*
X
X
(૪) સામાયિક કરતાં એક શેઠને વિચાર આવ્યો. નગરના મુખ્ય ઉપાશ્રયના મુખ્ય દ્વારે તકતી મૂકાવીને તેમાં મારૂ નામ કોતરાવીને સમાજમાં યશ મેળવીશ. આથી સામાયિક જતું રહ્યું અને નામનાની કામના માથે ચઢી બેઠી, અને આ જ દુર્ધ્યાનમાં આયુષ્યનો અંધ કરી, મરીને એક તકતી ઉપર સૂક્ષ્મ જંતુ તરીકે જન્મ્યા.
માટે સામાયિકમાં તે આવી કામના ન જ કરવી જોઇએ.
×
X
×
(૫) ઘરના ત્યાગ કરી. વૈભવને લાત મારી એક શ્રીમંત ઘરના યુવાને દીક્ષા લીધી. દીક્ષા લઈને વ્રત, નિયમનું સુંદર રીતે પાલન કરવા લાગ્યા. પરંતુ વારંવાર ગુરુનો વિનય કરવો પડતો હતો, તે તેને જરાય ન ગમ્યું. આ અવિનીતપાના કારણે સાધુના મનમાં વિચાર જાગ્યો કે-આના કરતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org