________________
લેવાનો છે કે અનંત પાપરાશિથી ભરેલા આપણે સામાયિકની લકત્તર ક્રિયામાં સ્થિર થઈ શકીએ. એ સુગુરૂના શુભાશિષ સભર આદેશ સિવાય શક્ય નથી.
“સામાયિક થાઉં” ના આદેશ પછી સકળ જેન શાસ્ત્રોના મુખ્ય બીજરૂપ “ કરેમિ ભંતે” સૂત્ર ઉચ્ચરાવવામાં આવે છે. કરેમિ ભંતે સૂત્ર –
માતૃકાક્ષરો એ વર્ણમાતા છે. શ્રી નવકાર એ પુણ્ય માતા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ પ્રવચનમાતા છે. કરેમિભંતે એ ધમમાતા છે. ત્રિપદી એ ધ્યાન માતા છે.
જન્મ દેનારી માતાના ઉપકારો કરતાં અનંતગુણ ઉપકારો આ પાંચ માતાઓના છે.
જન્મદાત્રી–જનેતા–પિતાના બાળકને વહાલથી સ્તનપાન કરાવીને ઉછેરે છે. રાતે માતે બનાવે છે. તેમ કરેમિ ભંતેરૂપી ધર્મમાતા એને મેળે રમતા બાળજીવને રાતે માતે કરવાનો સ્વભાવ ધરાવે છે. શરત એટલી જ કે આપણે સંસારશેરીની માટીમાં રમવા-રખડવાનું છોડીને એના ખોળે જવું પડે.
૮૬ અક્ષરના આ સૂત્રનો પ્રભાવ અપરંપાર છે. જોઈએ તેનું સ્વરૂપ. કમિ ” = હું કરું છું. અંતે = હે ભગવંત. સામાઈયં = સામાયિક.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org