________________
વનસ્પતિકાય અને ત્રસકાયની રક્ષા કરૂં.” એમ બોલે છે કારણ કે શ્રાવકને તો રક્ષાના ભાવ રાખવાના છે. જ્યારે સાધુજી તે રક્ષા કરે છે.
એટલે જિનાજ્ઞાબદ્ધ પ્રત્યેક જૈન સાધુજી છકાય જીવના રક્ષણહાર તરીકે જગતમાં પંકાય છે.
જીવની જયણ સાથે જિનાજ્ઞાને અવિભાજ્ય સંબંધ છે. એટલે તેને આરાધક જીવદયા પાળવામાં મેખરે હોય છે.
આ ૫૦ બેલનો યથાર્થ તેલ કરીને પ્રતિકમણ કરતા રહીશું તે, આપણે પાપને પરાસ્ત કરીને નિષ્પાપ જીવનનું ક૯પનાતીત સુખ માણું શકીશુ.
પછી સામાયિક મુહપત્તિ પડિલેહવાનો આદેશ માગીને “સામાયિક સંદિરાહુ અર્થાત્ સામાયિકની આજ્ઞા આપે એવી ભાવભિની વિનંતી કરવી પડે છે.
ઉપકારી ગુરુદેવ યા તેઓની અનુપસ્થિતિમાં વડીલની અનુમતિ યાચવાનું કારણ આપણે અહં નબળે પડે એ છે.
અશુભ કાર્યમાં આપ્ત પુરુષની અનુમતિ હોતી નથી. તેથી સાધુ ભગવંતો સંસારના કોઈ કાર્યમાં કોઈપણ આત્માને પ્રેરણુ યા માર્ગદર્શન ન કરી શકે એમ નક્કી થાય છે. આ
સ્વ–પર મંગળ વાંછુ પ્રત્યેક આરાધક શાસ્ત્રોક્ત શુભ કાર્યને પ્રારંભ ઉપકારી સાધુ ભગવંતાદિની આશિષ, અનુમતિ યા આજ્ઞા અંગીકાર કરીને જ કરે છે. તેના પ્રતાપે માગમાં આવતા અંતરાને આંબવાનું અખૂટ બળ મળે છે. સાથોસાથ વિનય ગુણનું પાલન કરવાને લાભ મળે છે.
“સામાયિક સંદિસાહુ?” નો આદેશ એટલા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org