________________
ગક શ્વાસ રો-બર્ન રહે છે,
વફાદાર રહેવું જ પડે છે, તે જ રીતે સમર્થ યુગપ્રભાવક ભગવંતે પણ શ્રી જિનશાસનના સંવિધાનને વફાદાર રહીને જ એક એક શ્વાસ લે છે.
સોય અને દોરો-બંને જ્યાં સુધી અલગ રહે છે ત્યાં સુધી તેમનું અસ્તિત્વ નામનું જ રહે છે, તે જ રીતે મન અને આત્મા અલગ રહે છે ત્યાં સુધી જીવનું દળદર ફીટતું નથી.
મુદ્દાની વાત, આખા મનને આત્મામાં ઓગાળી દેવું
અતિ દુષ્કર આ ધર્મકાર્ય પાર પાડવા માટે સંસારના પારને પામેલા શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાના અંગભૂત સંવિધાનનું જીવની જેમ પાલન કરવું તે છે.
ઉપગ” અને “જયણ” આ અણમેલ શબ્દ-રત્નના આંતર-પ્રકાશને આત્મસાત્ કરીને જ આપણે આ અતિ દુષ્કર ધર્મકાર્ય, પાર પાડી શકીશું.
સમયને દુરૂપયોગ જેને ખરેખર ખટકો હોય છે, તેને તે જ ભાવમાં આત્માના ઉપગની લગની લાગે છે, તે લગનીના પ્રભાવે તે જ્યારે પ્રતિક્રમણ આદરે છે ત્યારે તેનો આખો આત્મા થનથની ઉઠે છે. બધાં અશુભ કર્મો ધ્રુજી ઉઠે છે. જેમ ભયંકર ભૂકંપમાં મજબૂત મહેલે પણ ધ્રુજવા માંડે છે.
કર્મો પ્રજે એટલે માનવું કે ધર્મ શૂરાતન પ્રગટયું છે.
જેટલા રસપૂર્વક આત્માએ અશુભ કર્મો બાંધ્યા હોય છે, તેના કરતાં સવા રસ, જે આપણુ આત્માને ધર્મકરણીમાં લાગી જાય તે એ અશુભ કર્મો, બિચારાં-બાપડાં બનીને અવશ્ય ભાગી જાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org